________________
૧૯૩
યુગમાં ચાલે જ નહિ એમ માનવા લાગ્યા. આ મહાન પ્રજાના પતનની એ પરાકાષ્ઠા છે.
ખાદીની વિવિધ જાતે ખાદી એટલે હાથે કાંતેલું અને હાથે વણેલું કાપડ. આ કાપડની ઘણી જાતે હતી. આશરે ૧૫૦ જાતે તે પરદેશમાં નિકાસ થતી. કેલિકે, મલમલ વગેરે નામ તે પરદેશીઓએ આપણી ખાદીને આપેલાં નામે, આપણે એ બધાં વિવિધ જાતનાં કાપડને શું નામથી ઓળખતાં
એ જાણવા માટે તે સદીઓ જૂનાં દફતરે ખખેળવા ઈએ. " ૧૭મી સદી સુધી અમદાવાદ અને ખંભાત છીંટ માટે, ભરૂચ અને નવસારી બાફતા કાપડ માટે, પાટણ તેનાં પટોળાં માટે અને હાકા તેની મલમલ માટે જગપ્રસિદ્ધ હતાં. જ્યારે નાગપુરનાં ચારથી છ આગળ પહોળી અને લાલ ચણોઠી જેવા રંગની કિનારીવાળાં અને રેશમ જેવાં મુલાયમ બેતિયાં હિંદભરમાં મશહૂર હતાં. ગરમ અને રેશમી વસ્ત્રો ખાદીનાં જ બનતાં.
: ગરમ, રેશમી અને સુતરાઉ ત્રણે જાતની ખાદી ભારતનાં તમામ મેટાં બંદરેએથી વિશ્વની બજારમાં ઠલવાતી. ભરવાડે ઘેટાં કાપવા માટે નહિ પણ તેમનાં ઊન, દૂધ અને ખાતર માટે પાળતા. ઊન કાંતવું અને વેચવું એ તેમને સમૃદ્ધ અને મોટા પાયા પરને ધધે હતે.
ટેવર્તિધર અને તેના બીજા સમકાલીન પ્રવાસીઓ લખે છે કે બંગાળ અને માળવામાં જે કાપડ બને છે તે એટલું બારીક હોય છે કે તે હાથમાં લઈએ તે ખબર પણ ન પડે કે આપણા હાથમાં કાપડ છે. અને આ કાપડ બનાવવા માટે સૂતર કંતાતું હોય ત્યારે તેને તાર નજરે જોઈ શકાય નહિ એટલે બારીક હોય છે.
આવા તાર કાંતવા માટે ખાસ પ્રકારનું રૂ વપરાતું, જે દેશી રૂના નામે ઓળખાતું. તેને તાર બીજા રૂ કરતાં લાંબા હતું. એ તાર બગડી ન જાય માટે રૂમાંથી કપાસિયા અલગ પાડવા ચરખા ઉપર "ભા. ૪-૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org