________________
શેઠ કહે, “બેટા! આપી દે, નહિ તે બ્રાહ્મણના ઘરનું દેવું રહી જશે અને ખોટી રીતે લઈ જશે તે પણ બ્રાહ્મણના ઘરમાં જશે, ને આપણે તે ધરમ જ છે – ગાય, બ્રાહ્મણને પાળવાને.”
ભલે” કહીને દીકરો પાછો વળે ત્યાં શેઠે ફરીથી કહ્યું, “જે, આમ જે. એને અંદર લઈ આવ. કદાચ હું એને ઓળખી લઉં પણ ખરો.”
દીકરાએ બ્રાહ્મણને અંદર બોલાવ્યું. તેને જોતાં જ શેઠ બેલી ઊઠયાઃ “હા હા બરોબર છે. આ ભાઈ આપણે ત્યાં પૈસા મૂકી જતા. તેમને બીજી ચેપડી કરી દે અને વ્યાજ ગણીને વ્યાજ સહિત પૈસા આપી દે”
બ્રાહ્મણ તે સ્તબ્ધ જ થઈ ગયે. જે પૈસા ડૂબી ગયા હતા તે આજે ૨૫ વરસે વ્યાજ સહિત શેઠ પાછા આપતા હતા!
' દીકરાએ તરત કહ્યું, “મહારાજ! જુએ, બે હજાર રૂપિયા હમણું આપું છું. વ્યાજની ગણતરી કરીને આ મહિનાની આખરે પૂરા પૈસા આપી દઈશ.બ્રાહ્મણને તે તેમાં કઈ વાંધો ન હતે. * શેઠ બોલ્યા, “મહારાજ ! દીકરીનાં લગ્ન ક્યારે છે ?”
“આવતા મહિનાની સુદ પાંચમે, હજી ૨૮ દિવસની વાર છે.”
શેઠ પિતાના પુત્ર તરફ વળ્યા અને કહ્યું કે “વ્યાજના રૂપિયા પણ અઠવાડિયામાં આપી દે. મહિના પછી આપીએ તે તે લગ્ન વખતે એને ખેંચાઈ રહેવું પડેને?”
દીકરાએ કહ્યું, “હા, એ વાત સાચી, મહારાજ ! આજે સોમવાર છે. આવતે સેમવારે વ્યાજના રૂપિયા લઈ જજે.” - ત્યાં તેમને મોટો પુત્ર બહારથી આવ્યું. તેણે બધી વાત સાંભળી. એ પણ આ દેવું ચૂકવવાની વાતથી રાજી થયે, અને પછી પિતાને પિતા તરફ ફરીને કહે છે, “મારી એક વાત સાંભળશે?”
“શું??” શેઠે પૂછ્યું.
આ માણસે આટલાં વરસમાં કદી પણ પિતાના પૈસાની ઉઘરાણી કરીને ન તે આપણને તંગ કર્યા છે કે ન તે આપણી પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org