________________
૧૮૧ સાફ કરવાં, પિતાને હાથે જમાડવા સમયે સમયે દવા આપવી. આજના જમાનામાં કલ્પના ન આવે એવી સેવા અને ભાઈઓએ કરી અને ઈશ્વરે એમની સેવાનું ફળ આપ્યું. શેઠ ફરીથી સાજાસાર થઈ ગયા. લકવાની કોઈ અસર પાછળ રહી નહિ.
અને પુત્રોની પણ ધંધામાં ધીમે ધીમે ચડતી થતી હતી. પણ તે માટે તેમને અભિમાન ન હતું. તેઓ તે કહેતા કે અમારા વડીલોએ ખૂબ પુણ્ય કર્યું છે અને કદી કોઈનું બૂરું ઈછયું નથી, એટલે તેમના પુણ્યપ્રતાપથી અને અમારા પિતાના આશીર્વાદથી અમે ધીમે ધીમે પાછા ચડતી દશામાં આવી રહ્યા છીએ.
એક દિવસ શેઠ માલિશ કરાવતા હતા. ત્યાં એમને નાને તીકરો અંદર આવ્યું. “કેમ શું છે?” શેઠે પૂછ્યું. - “પિતાજી, એક કેયડ ઊભું થયે છે, એટલે તમને પૂછવા આવ્યો છું.” દીકરાએ કહ્યું.
“શું છે? શેઠે પૂછયું.” - એક બ્રાહ્મણ આવ્યું છે.” દીકરાએ કહ્યું, “તે કહે છે કે તમારી પિઢી ચાલતી ત્યારે મેં બે હજાર રૂપિયા તમારે ત્યાં મૂક્યા હતા. પછી તમારી પેઢીનું કામકાજ બંધ થયું. ત્યારે મેં પણ હરિ ઈચ્છા જાણીને એ બાબતમાંથી મન વાળી લીધું અને વરસે જતાં રૂપિયાની પહોંચની પદ્ધ પણ મેં તે બેઈ નાખી છે. હવે અત્યારે મારી દીકરીનાં લગ્ન છે. હું ગરીબ માણસ છું. અને મેં સાંભળ્યું કે તમારા જૂનાં દેવાં તમે આપે છે, એટલે આવ્યો છું. જે રૂપિયા આપી શકો તે મારી દીકરીના લગ્નમાં કામ આવે. હું એને ઓળખતું નથી. અને ખાતરી માટે તેની પાસે પડી નથી, તે શું કરવું? જે ના પાડું છું તે એ તે બિચારો કંઈ તત નથી કરતે, પાછો ચાલ્યા જશે. પણ ખરેખર એના લેણા હશે તે આપણે માથે બ્રાહ્મણના ઘરનું દેવું રહી રહી જશે. અને જે આપી દઉં અને તે ન માગતું હોય અને બેટું 'બોલતે હેય તે આપણા રૂપિપા જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org