________________
૧૭૮ યુવાન જવા માટે નીચે ઊતર્યો ત્યારે ઘરમાં સહુને આની વધામણી આપી. સહુ ખુશ થઈ ગયાં. શેઠાણું કહે, “ભાઈ ! તમારા બહુ મોટો ઉપકાર થયે. તમે અગાઉથી તેમના મગજમાં બીજ રોપ્યાં હતાં એટલે શાસ્ત્રીજીના વચનામૃતે તેમનું મન ફેરવી નાખ્યું. તમારે ઉપકાર અમે કદી નહિ ભૂલીએ.”
યુવાન કહે, “ઉપકાર મારે નહિ, પરમેશ્વરને અને બીજો આવા ગ્રંથ લખનાર વેદ વ્યાસજીને.”
પંદર મિનિટના કથાશ્રવણે પણ જીવનને રાહ કે પલટી નાંખ્યો?
[૧૮] સમાજદર્શન આ જમાનામાં પણ જેને શ્રીમંત કહી શકાય એવા કુટુંબની આ વાત છે. વૃદ્ધ વિધવા, બે દીકરા અને દીકરાઓની પત્નીપુત્રોનું બનેલું કુટુંબ. બાજુ બાજુનાં બે દીવાનખાનાં અને તે દીવાનખાનાંઓને લગતી એરડીઓમાં રહે છે. પૌત્રે મહિનામાં એકાદ બે વાર મહાબળેશ્વર માથેરાનની સહેલગાહે પણ જાય છે. અને પુત્રોનાં રસોડાં જુદાં છે.
માને અકસમાત થયે. ઘૂંટણનું હાડકું ભાંગ્યું. હોસ્પિટલમાં ત્રણ મહિના પ્લાસ્ટરમાં રહ્યાં, પછી ઘેર આવ્યાં ત્યારે ડેકટરે કહ્યું કે ચાર છ મહિના સુધી માલિશ કરાવજે એટલે સોજો ઊતરી જશે અને દુખાવો મટી જશે.
કુટુંબને એક બહુ મોટા વેદ સાથે સારે છે. એટલે વૈદરાજે પિતાના જાણીતા એવા હાડવૈદ અને મસાજિસ્ટને માલિશ માટે મોકલ્યા. મસાજિસ્ટને થોડુંઘણું આયુર્વેદનું અને સાધારણ નાડીનું પણ જ્ઞાન ખરું. - મહિનામાં તે સેજો ઊતરી ગયું અને દુખાવો પણ મટી ગયે. પણ માજી ઊભાં થઈ શકે નહિ. મસાજિસ્ટે કહ્યું કે ગઠણનું હાડકું બેસાડવામાં જરા ફરક રહ્યો છે, પણ આ જાતના ફેફચરમાં આવી ખેડ તે સામાન્ય રીતે રહે છે જ. માજી ઊભાં નથી થતાં તેનું કારણ વૃદ્ધાવસ્થાની નબળાઈ છે. માટે તેમને શક્તિની દવા આપે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org