________________
૧૭ર -વૃક્ષનાં ઝુંડ અને પોલીસે વચ્ચે સેવકજીઓની દીવાલ હતી. એટલે કોઈ આવ્યું નહિ. | ગમે તેવી મોટી હોળી માટે પણ આવું એક જ ઝાડ વધારે પડતું હતું. પણ આ દિવસ મહેનત કરીને તમામ વૃક્ષને વિછેદ કરી નાખે. કદાચ જૂથના તમામ સભ્યને પાંચ વરસનું બળતણ મફત મળી ગયું હશે! .
. ત્રણ દિવસ પછી સેવકએની દીવાલ ઠેકીને પોલીસ આવી પહોંચી. આજુબાજુ રહેનારાઓનાં નિવેદન લીધાં. ઝાડ કાપનારાઓનાં નામઠામ માગ્યાં. પણ કોઈ નામઠામ આપે છે તેને તેના હાથપગ પેલા કુહાડાધારીઓ કાપી નાખે, એટલે ડરના માર્યા કોઈએ નામઠામ આપ્યાં નહિ. પોલીસે કુલ કેટલાં વૃક્ષો કપાયાં તેની નેંધ કરી, પ્રજાને શિખામણ આપી કે, “તમારે અમને સહકાર આપવો જોઈએ. સહકાર ન આપે તે ગુનેગારે કેમ પકડાય?”
ગુને થયા પહેલાં પોલીસ આવે તે ગુને થાય નહિ. ગુને પૂરો થયા પછી પિલીસ આવી, કદાચ એવી આશાએ કે હવે કેસ સબળ થશે. પુરાવામાં ઉજજડ બનેલા રસ્તાના ફોટા રજૂ કરાશે. પણ લેકે નામઠામ ન આપીને કેસ નબળે કરી નાખે પછી ખટલે કેના ઉપર ચલાવે
એ રસ્તા ઉપર જ એક પુરાતન મંદિર છે. મંદિરની પાછળ એક તેતિંગ વૃક્ષ છે. શ્રાવણ મહિનાના પવનના ઝપાટામાં તેની એક ડાળ નમી પડી, અને મંદિરની દીવાલ ઘસાવા લાગી મંદિરના પૂજારીએ તે ડાળ કાપવા દેવા અરજી કરી, પણ કાપવાની કાયદેસર મનાઈ હેવાથી અરજી નામંજૂર થઈ. મંદિરની દીવાલને વધુ નુકસાન થયું. તેમાં તિરાડ પડી એટલે દીવાલ તૂટવાની ધાસ્તી લાગવા માંડી.
પૂજારીએ દીવાલ બચાવવા ડાળ કાપી નાખી, સરકારી કાયદાનું ઉલ્લંઘન કર્યું. કર્ણાટકમાં કાયદાનું ઉલ્લંઘન કરીને સુખડનાં જંગલે કાપી નાખે છે, પણ એ તે દાણચરે છે. ગીરનું જંગલ પણ કાંપે છે. પણ સરકાર માને છે કે એ વાત બેટી છે. કારણ કે ત્યાં તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org