________________
૧૬૨
ગુનેગાર અસીલાને છેડાવી લે છે. સામા પક્ષને હેરાન કરવા કેસ પામ ખેંચાવી લેવા, ગુડા દ્વારા મારફાડ પણ કરાવે છે.
તે ખીજી તરફ અમને તમારી સેવા કરવાની તક આપો....કહીને મતની ભીખ માગી જનારા ચૂંટાઈને અનેક જાતની સગવડા મેળવે છે. પ્રજાહિતના સવાલ પૂછવા માટે અથવા સરકારની ધારેલી નીતિને તાગ મેળવી આપવા માટે લાગતીવળગતી વ્યક્તિ કે સંસ્થા પાસેથી હજારા-લાખો રૂપિયા મહેનતાણુ પણ લે છે. સરકાર તરફથી જુદી જુદી કમિટીએમાં નિમણુક પામીને તેના પુરસ્કાર રૂપે પણ હજારો રૂપિયા, આરપ્લેનનાં ભાડાં, હોટેલના ખરચા, રહેઠાણા, તાર, ટપાલ, ટેલિફોન, પાણી, વીજળીનાં મિલ વગેરે વિવિધ સગવડ મેળવે છે અને છતાં પેાતાના માસિક પગારમાં વધારો કરવાની માગણી કરે છે.
વિચિત્રતા તા એ છે આ પાતાના પગાર-વધારાની મજૂરી તેમણે પેાતાની પાસેથી જ મેળવવાની હોય છે. હવે. પાંચ વરસે નિવૃત્ત થયા પછી પેન્શનની પણ માગણી કરે છે. કદાચ ભવિષ્યમાં તેઓ સરકારી ગ્રાસ આવક ઉપર પચીસ ટકા માનસ માગે તેપણ આપણે સહેજે નવાઈ પામીશું નહિ.
કારણ કે આ બધા ફાલ આજની કેળવણીક્ષેત્રે ચાલતી કૉલેજોના છે, અને મેનસની માગણી મંજૂર કરવાની સત્તા પશુ તેમના જ હાથમાં હશે.
એક બ્રાહ્મણ જ્ઞાતિમાં સમૂહ યજ્ઞોપવીતના પ્રસંગ યાજાયા હતા. ૨૦-૨૫ બટુકો હારબંધ ગાઢવાઈને બેસી ગયા છે. ૧૦-૧૨ બ્રાહ્મણા વેદાચાર કરે છે. જ્ઞાતિજનાથી ચેક ખીચેાખીચ ભરાઈ ગયા છે.
તે પ્રસંગે ત્યાંની પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને અતિથિવિશેષ તરીકે હાજરી આપવા આમંત્રણ આપ્યું હશે તે આવી ચડયા.
વેદોચ્ચાર અટકી પડયા. યજ્ઞાપવીતિવિધ અટકી ગઈ. સહુ કોઈ આ નેતાજીની સરભરામાં દોડાદોડી કરવા લાગ્યા. કપાળે તિલક કર્યું, ફૂલને માટે હાર પહેરાવ્યેા; ફળ અને કેસરિયા દૂધનું નૈવેદ્ય ધર્યુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org