________________
૧૫૪ નેત્રય ગઠવે છે. મફત ચિકિત્સા કેન્દ્રો ખેલે છે કારણ કે તેથી તેમની છાપામાં નામના થાય છે. આપેલ દાનની રકમ ઈન્કમટેકસમાં મજરે મળે છે. (રશવતખારીએ આજે દાનના ક્ષેત્રને છેડયું નથી. ઈન્કમટેકસમાં રકમ મજરે મળવાની લાંચ આપીને દાન લેવાય છે. આ છે પાશ્ચાત્ય પદ્ધતિનાં દાન!)
તેઓ માનપૂર્વક માનવી તરીકે જીવી શકે તે માટે પેજના, કરવા પૈસા ખરચવા કોઈને હૈયે રામ વસતા નથી કે જીવનસંઘર્ષ ખેલી રહેલા આ માનવીઓને હાથ ઝાલે. એકલા-અટૂલા સમાજમાંથી. ફેકાઈ ગયેલા આ લેકે દારુણ જીવનસંઘર્ષ ખેલી રહ્યા છે. તેઓ લગ્ન કરે છે, લીલાં પાદડાંનાં તેરણ બાંધી ઝૂંપડીએ શણગારે છે. ઢોલ-શરણાઈ વગાડે છે. ગીત ગાય છે. નૃત્ય કરે છે અને નાળિયેરનાં. પાન વીણી લાવીને ગૂંથણી કરી ઝૂંપડીએને ઠીક કરવા મહેનત કરે છે. એક દિવસ એ આવશે જ્યારે આ લેકેનું ખમીર તૂટી ગયું હશે. અને ત્યારે તક જોઈને બેઠેલા ખ્રિસ્તી મિશનરીઓ તેમની વચ્ચે ધસી. જશે અને તેમને સામ દામ દ વડે ખ્રિસ્તી બનાવી દેશે. .
ચંદ બારોટના પુત્રે લડાઈમાં હારી રહેલા પૃથ્વીરાજને કહ્યું હતું કે દિન પલટયો પલટી ઘડી. શું આ વાત હિંદુ સમાજને પણ લાગુ પડશે?
પંચવર્ષીય યોજનાઓએ મનુષ્યને જ નહિ માનવતાને પણ મરણપથારીએ પછાડી છે એમ નથી લાગતું?
પણ ઝૂંપડપટ્ટીઓની દુનિયામાં આ તે આપણે ઊચી કક્ષાને. વિસ્તાર જે. ચાલે જરા વધુ નીચા વિસ્તારમાં જઈએ. જ્યાં દર ત્રણ મિનિટે બેથી ત્રણ હજાર પ્રવાસીઓ રેલવેમાં પ્રવાસ કરે છે, તેની સમાંતરે લેકોનાં મળમૂત્રથી, ગંધાતાં કારખાનાઓના ઝેરી પાણીથી ભરેલી ગટરની ધાર ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તરી છે.
આમાં વસનારાઓના પૂર્વજો એકાદ સૈકા પહેલાં કદાચ સ્વચ્છ નિર્મળ પાણી વહી જતી નદીના કિનારે પિતાનાં વડીલે પાર્જિત રહે. ઠામાં રહેતા હશે અને પિતાના વડીલે પાસેથી મળેલા વારસાગત ધંધા વડે પિતાને કુટુંબનું ગુજરાન કરતાં શાંતિથી જીવન વિતાવ્યું હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org