________________
૧૫ર ઉપર મળવિસર્જન કરી લે છે, પણ હાથ સાફ કરવા પાણી નથી. છોકરાઓ આજુબાજુના રસ્તા ઉપર અને પાસે આવેલ મંદિર પાસે ભીખ માગવા ગોઠવાઈ જાય છે.
પુરુષવર્ગમાં કોઈ સદ્દભાગીને નેકરી મળી છે. તે ઊઠીને તરત ચાલ્યા જાય છે અને ઓફિસના નળ-સંડાસ વાપરવાને લહ લે છે. કઈ દાણચેરી કે દારૂના ધંધામાં ગોઠવાઈ ગયા હશે. અતિવૃદ્ધ પણ લગેટીભર મંદિર પાસે ભીખ માગવા બેસી જાય છે. અને પછી ફૂટપાથ ઉપર સૂઈ રહે છે. બાકીના આ દિવસ જુગાર રમતા હોય છે.
મંદિર પાસે ઊભેલાં બાળકોને કેઈ દર્શનાથી પાંચ-દસ પૈસા આપે છે. તે વળી કઈ વધુ સુખી ગૃહસ્થ પાસેની હાટડીમાંથી પાંઉં કે બિસ્કિટ લઈને ખાવા આપે છે ત્યારે તે આ બાળકો માટે સેનાને સૂરજ ઊગે છે.
કઈ કઈ વાર ઉકરડામાં આજુબાજુના બંગલામાંથી કોઈ ગયેલા એઠવાડમાંથી પણ આ બાળકે રેટલીના ટુકડા કે શાકના લચકા વીણી વીણીને ખાઈ લેતાં હોય છે. તે કોઈ વખત એકાદ-બે ગાય ત્યાં આવી ચડે ત્યારે તેની ઉપર ચેકી કર્યા કરે છે કારણ કે કોઈ ને કઈ બંગલામાંથી કોઈ તે આ ગાયને ગોગ્રાસ આપવા આવશે જ તેની તેમને ખાતરી છે. અને જેવું કોઈ આવે અને ગાયના મોઢા પાસે ગોગ્રાસ મૂકે કે તરત આ છોકરાઓ દોડીને ગાયના મોંમાંથી રોટલી ખેંચી લઈને પિતે ખાવા લાગે છે. '
નાહવું જોઈએ, દાતણ કરવું જોઈએ તેની એમને જન્મથી જ ખબર નથી. સ્ત્રી-પુરુષ-બાળક તમામનાં શરીર ગંધાતાં હોય છે. પણ હવે તેમને કેઠે પડી ગયાં છે. સ્ત્રીઓ રસ્તા ઉપર જ ત્રણ પથરી મૂકી ચૂલા બનાવી તેના ઉપર ભાત રાંધી લે છે. તે બધાં ભાગે પડતાં ખાઈ લે છે.
આજુબાજુના બંગલાવાળા ફરિયાદ કરે છે કે આ લેકે અહીં ગંદકી કરે છે. જુગાર રમે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org