________________
૧૪૬ રસ્તા ઉપર ભૂખી ઠેબાં ખાતી જેઉં એટલે હાંકી આવું. હું ન લઈ આવું. તે બિચારીને કસાઈ લઈ જાય.'
મેં પૂછયું, “પણ એને ખવડાવીશ ક્યાંથી?' તરત એની પત્ની તાકી, “ગાંઠમાં ફદિયું તે છે નહિ, અને નીરણું તે રૂપિયાના બે પૂળા માંડ મળે છે. તે શું મારું કાળજું ખવડાવશે? એ તે વહેલી સવાર જંગલમાં જાય છે અને જે કાંઈ મૂળિયાં કે એવું કાંઈ મળે તે ખાદીને લઈ આવે છે. એને ખાંડીને ભૂકો કરે છે. આજુબાજુથી એંઠવાડ માગી લાવે છે. તેમાં પેલે ભૂકો મેળવીને ખવડાવે છે અને અધભૂખી ગાના નિસાસા લે છે. કહું છું કે છેડી મેલ, તે માન
નથી.”
મેં શેવાળ સામે જોયું તે કહે કે “અહીં બાંધી છે તે એટલુંય પામે છે. છોડી મૂકે તે રસ્તા ઉપર પૂછલી જઈને પડે અને મરી જાય. અથવા કસાઈ લેકે હાંકી જાય. હજી એકાદ મહિને છે. તે જેમ તેમ કરીને ખેંચી કાઢીશ. પછી તે ચૅમાસું બેસશે એટલે વધે નહિ આવે.' ' પૂછયું, “તે પછી આને પાંજરાપોળમાં કેમ નથી મૂદ્ધ
આવતે?' તે કહે કે “પાંજરાપોળવાળા પણ થાક્યા છે. મેં ઘણી વિનવણું કરી પણ નથી રાખતા”
“તે પછી તું શું કરવા રાખે છે?' મારાથી પુછાઈ ગયું. તેણે મારી સામે નજર નેધી. એની નજરમાં વિષાદ ભર્યો હતે.
“તું આવું પૂછીશ એમ મેં ને તું ધાર્યું. મુંબઈ જઈને તારી પણ બુદ્ધિ બગડી? ગામનું મહાજન રૂપિયા-આના-પાઈનો હિસાબ કરતું થઈ ગયું પણ હું તે આ ગામને પેઢીધર શેવાળ. મારાથી મારા ગામની ગાયને મરતી કેમ લેવાય? અને આ દશ ગાવડિયું આવા કપરા કાળમાં પણ દૂઝે છે તે કેને ખબર એમાંની કોઈ પાંખડીના નસીબે જ દૂઝતી હશે. ગામમાં લાખોપતિ છે, પણ બધાની બુદ્ધિ બગડી ને કઈને દુકાળમાં મરતાં હેરની અને માણસોની પડી નથી, પણ હું મારે ધરમ કેમ ચૂકું ?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org