________________
૧૪૫ પેલા ગૃહસ્થ જવાબ આપે કે “અમે ભાટિયા એટલે ક્ષત્રિય છીએ. ક્ષત્રિયેને ધર્મ ને બ્રાહ્મણ પ્રતિપાળના, માટે ગાયે રાખી છે. અમારા બાપદાદાઓના વખતથી પઢાધર અમે ગાય પાળતા આવ્યા છીએ. આ ગયે છે તે પણ અમારા પૂર્વજોની ગયેના વંશવેલાની છે. હું એમને પાછું છું. દૂધ બ્રાહ્મણને અને મંદિરમાં આપવાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત એક નેકર નભે છે. કમાવા માટે મુંબઈ આવ્યા, માટે કોઈ બાપદાદાના કુલાચાર અને ગાય તેમ જ બ્રાહ્મણને પાળવાને ધર્મ ચુકાય? કેને ખબર કે આ ગયેના નસીબનું જ અમે નહિ કમાતા હોઈએ?”
હવે પ્રસંગ છે ૧૦-૧૨ વરસ પછીને. અમારે પેઢીધર ગોવાળ. ચાર-પાંચ પેઢીને સંબંધ દર વરસે મુંબઈથી દેશમાં જાઉં ત્યારે અચૂક તેને ઘરે મળવા જવાને નિયમ.
એક જમાનામાં એનું ખેરડું શ્રીમંત ગણાતું. ઘરે ગા-ભેસે મળી પચાસેક હેર હતાં. ગામનાં પશુઓ ચારવા લઈ જાય ત્યારે હજારેક ગાયે અને પાંચ-છસે ભેંસનું ધણ લઈને નીકળે. પણ ઉપરાછાપરી દુકાને એ, ગામની ઓછી થતી જતી પશુવસ્તીએ અને - વધતી જતી મોંઘવારીએ એને ભાંગી નાખે છે. માથે કરજ થયું છે.
એક વખત તેને ઘેર ગયે. ત્યાં તેની પત્નીએ મને કહ્યું કે ભાઈ, આને જરા સમજાવોને! એ તમારા વિના કોઈનું નહિ ગાંઠે?
મેં પૂછયું : “શું બાબત છે? શું સમજાવવું છે?” તે કહે, જુઓને, આ દુકાળનું વરસ છે. ઘાસચારાનું નામ લેવાતું નથી. છતાં જ્યાં ત્યાંથી આ પાંખડાં (પાંખડાં એટલે વસૂકી ગયેલાં) ઢોર ભેગાં કરીને રોજ રોજ લઈ આવે છે. દૂઝણી ગાય તે આ ઊભી છે, એ દશ જ છે. બાકીની બધી આ ટોળાંબંધ ઊભી છે એ પાંખડી છે. ' મેં વાળને પૂછયું, “આ બધી ક્યાંથી લાવ્યું છે?” - તે કહે કે “દુકાળ છે તે બધા રસ્તા ઉપર છોડી જાય છે.
ભા. ૪-૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org