________________
૧૪૩ ત્યાં તે વેપારીને નાને દીકરે આવ્યા. કહે, “બા, ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપે તે ખાઈને નિશાળે જાઉં.” તેની નિશાળ પણ આ ગામડાગામથી ૧૦-૧૫ માઈલ દૂર હતી. “કરે અત્યારે ભૂખે જશે તે છેક સાંજ સુધી ભૂખ્યા રહેશે.” આ વિચારે મને લેવી નાખી. કાંઈ ખાવાનું બચી ગયું હોય તે શોધવા ડબલાં ખેલી ખેલીને તપાસ્યાં, તે એક ડાબરામાંથી પાંઉને સુકાઈ ગયેલે ટુકડા મળી આવ્યું. તે લઈને દીકરાને આપે. તે કહે, “બેટા, આ આટલું છે તે ખાઈ લે. ઉપર પાણી પીજે એટલે પેટ ભરાઈ જશે. સાંજે પાછો આવીશ ત્યારે કંઈક બનાવી રાખીશ.”
દીકરાએ પાંઉને લુખે ટુકડો ખાધે. ઉપર પાણી પીધું. માતાએ આગ્રહ કરીને બે પ્યાલા પાણી વધારે પાયું, જેથી પાણીથી પેટ ભરાય અને નિશાળે મેક. ફરીથી આંખમાં પાણી આવ્યાં તે લૂછી નાખ્યાં. પિલા તપાસ કરવા આવેલ ભાઈ એક વખતના સુખી કુટુંબની કરણ હાલત જોઈ ગદ્ગદ્ થઈ ગયા. પાછા જઈને પેલા સુખી ગૃહસ્થને
આ હાલત કહી સંભળાવી. : પિલા ગૃહસ્થ પૂરા ખાનદાન હતા. તેમણે આપેલા રૂપિયા માંડી
વાળ્યા. પેલા યુવાનને તેની જાણ કરી અને લખી જણાવ્યું કે “ભાઈ, - દુનિયામાં ચડતી પડતી તે આવ્યા જ કરે છે, માટે હિંમત હારશે
નહિ અને વધુ મદદની જરૂર પડે તે વિના સંકોચે લઈ જશે.' ' આવા કેટલા નિર્દોષ લેકો સત્તાધારીઓના રોષને ભેગ બનતા હશે? આવાં કેટલાં બાળકો પાણી પીને જ પઢી જતાં હશે? અરે! ઘણા પ્રદેશમાં તે પીવા માટે પાણી પણ ક્યાં છે ત્યાં તેમની શી દશા થતી હશે? કેટલી સ્ત્રીઓ છૂપાં આંસુ સાર્યા કરતી હશે?
ધ્રુવજીએ દિવસો સુધી માત્ર પાણી પીને જ તપ કર્યું હતું. - પણ તેમને તે ભગવાનના દર્શનની ઈચ્છા હતી. આ તે સિક્યુલર
ટેટ છે. તેમાં ભગવાનનાં દર્શનની ઈચ્છા રખાય ખરી? - મિશ્ર અર્થતંત્રની પંચવર્ષીય યોજનાઓ આવા કેટલા આશાભર્યા * પ્રામાણિક યુવાનની જિંદગી ધૂળમાં મેળવી દેતી હશે? કેટલી માતાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org