________________
૧૪૨
આસપાસના લકાને લાગ્યું કે આ યુવાન હતાશામાં જો આપઘાત કરશે તે એનાં બાળબચ્ચાંનું શું થશે ? તેમણે એક સુખી ગૃહસ્થને ભલામણ કરી કે આ માણુસ બહુ પ્રામાણિક છે, એને પાંચેક હજારની āાન આપે। તે કોઈ વેપાર કરીને પગભર થાય. તમારા રૂપિયા તે જરૂર વ્યાજ સહિત પાછા આપશે.
પેલા ગૃહસ્થે પાંચ હજાર રૂપિયા આપ્યા. પણ આ યુવાન હતાશ થઈ ગયા હતા, તા બીજી તરફથી કોટ માં હારીને સખત ટીકાને પાત્ર થયેલા અમલદારો વધુ દ્વેષી અને અનૂની બન્યા હતા. હવે તેમને હપતાની લાલચ ન હતી, પણ કેટમાં તેમને ટીકાપાત્ર બનાવનારને પાયમાલ કરવેા હતેા. મનથી હારી ચૂકેલે આ વેપારી આ અમલદારોની વિવિધ સતામણી સામે ટકી શકયો નહિ. તેમણે ઊભી કરેલ અનેક અડચણાથી નુકસાની ઉપર નુકસાની સહન કરી ક્રીથી ઘેર બેઠા. લેાનનાં નાણાં નુકસાની અને ખરચામાં વપરાઈ ગયાં
તેના સદ્ભાગ્યે તેના રહેવાના સ્થળથી ૪૦-૫૦ માઈલ દૂર કોઈ કારખાનામાં તેને નેકરી મળી. રાજ વહેલી સવારે નેકરી ઉપર જાય અને રાતે ઘરે પાછા ફ
પેલા સુખી ગૃહસ્થને મહિના સુધી મૂડી, બાજ કે આ વેપારીના સમાચાર પણ મળ્યા નહિ. એટલે તેણે પેાતાના કોઈ મિત્રને તેનું શું થયું છે તેની તપાસ કરવા મેકલ્યા.
એ મિત્ર અજાણ્યે થઈને પેલા વેપારીને ઘરે મહેમાન તરીકે ગયા. યુવાન વેપારીની પત્નીએ તેનેા સત્કાર કર્યો. તેના પતિ ‘દૂર ફ્રેંકટરીમાં નોકરી કરવા ગયેલ છે અને રાતે પાછા ફરશે’ કહીને તેને જમવાના આગ્રહ કર્યો.
મનમાં મૂંઝવણ તે ઘણી થઈ કે શું જમાડવું ? ઘરમાં કઈ જ હતું નહિ. માત્ર આગલા દિવસના બે-ચાર ખાખરા હતા તે અને જરા મીઠું થાળીમાં મૂકીને આપ્યાં, પણ તે આપતાં આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. તે પેલા આગતુક જોઈ ગયા. એ બધી પરિસ્થિતિ
સમજી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org