________________
૧૩૮ આપતા હોય? શ્રીમતે પણ મો નહિ ખાય તે મેવા ઉગાડનારા પણ ભૂખે મરવા લાગશે.”
તમે આવા કાળાબજારિયાઓને પક્ષ લેતાં કયારથી શીખ્યા ?' પિલાં દંપતીએ ગુસ્સે થઈને પૂછ્યું.
હું આ હિંડોળા કરાવનાર ભાઈને ઓળખતે જ નથી એટલે પક્ષ લેવાને સવાલ જ ઉપસ્થિત થતું નથી. વળી એ કાળાબજારિયે છે એમ માનવાને પણ કારણ નથી. કોઈ મોટો વેપારી કાળાબજાર ન કરતાં પ્રમાણિકપણે બંધ કરતે હોય તે પણ તે આટલે ખરચ કરીને હિંડોળા કરાવી શકે
પણ વેપારી કાળાબજાર કર્યા વિના કમાઈ શકે જ નહિ.” દંપતીએ તેમની જીદ હજી ચાલુ રાખી.
જુઓ. તમે કાળાબજારને અર્થ જ નથી સમજતા. માત્ર સરકારી. અને સમાજવાદીઓના પ્રચારથી મનમાં એક જાતની ગથિ બંધાઈ ગઈ છે. ઘણા વેપારીઓ પ્રામાણિકપણે વેપાર કરે છે અને સરકારને કર ભરી દે છે. એ સાચું છે કે આમ કરવાથી તેમની પ્રામાણિકપણે કરેલી. કમાણીને મોટો ભાગ ગુમાવી દે છે.
- બીજા કેટલાક વેપારીઓ માટે વેપાર કરે છે, પ્રામાણિકપણે કરે છે. મોટા વેપારને લીધે તેમને નફે પણ મેટો હોય છે. જે વેપારી મોટો નફો કરે તે કોઈ વાર મેટી એટ પણ કરે. હવે જે નફાને મેટો ભાગ કરમાં તણાઈ ગયે હોય તે મટી ખોટ આવે ત્યારે તે ભરપાઈ ન કરી શકે એટલે તેની આબરૂને ધક્કો લાગે. માટે સરકાર
જ્યારે અમાનુષી કરવેરા નાખે ત્યારે પિતાની પ્રામાણિકપણે મેળવેલી. કમાણી બચાવી લેવા આવા વેપારી હવાલા નાખી થોડેઘણે નફો સંતાડી દે. આ બચાવી લીધેલી સંપત્તિ કહેવાય, કાળાબજાર ન કહેવાય.
“કાળાબજાર તે ત્યારે કહેવાય જ્યારે વેપારી પૈસાના જોરે માલ દબાવી અકુદરતી અછત પેદા કરે અને પછી માલ વગર બિલે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org