________________
૧૩૫ લખ્યું હોય, સામે માલ નથી લખ્યું હોય, એ વાંચીને લેકે ઊંડે નિસાસા નાખે.
આમ વધતી મેંઘવારી અને માલ મળવાની અનિયમિતતાથી વખતે વખત ભૂખે દિવસ કાઢવા પડે. તેથી માનસિક તંગદિલીથી પેલા શિક્ષક ભાંગી પડ્યા. તેમને ટી.બી. લાગુ પડ્યો. ટી.બી ની સારવાર માટે દવાઓ ક્યાંથી લાવવી? પિષણના અભાવે ટી.બી. થાય. દૂધ સિવાય બીજુ એવું કયું પિષણ છે, જે લેકોને રેગોથી બચાવે? પણ ગામડાંઓનું દૂધ તે ડેરીઓવાળા લઈ જાય છે. શહેરીઓને લૂંટવા અને પરદેશી ડેરીઓને કમાવી આપવા.
ગામડાના માણસોને ટી.બી. તે શું, કઈ પણ રેગ થાય તે ઔષધ જાહનવીય વૈદ્યો નારાયણે હરિ' કહીને પાણી પી લેવાનું દૂર દૂરનાં ગામડાંઓમાં માણસે માંદા પડે તે મૃત્યુપર્યત પાણી એ જ એમની દવા. અને પાણી પણ રેશનિંગમાં મળતું હોય, તે મળે ત્યાં સુધી રાહ જોવાની. ગામડાંઓની વનસ્પતિઓ જગની સાથે જ નાશ પામી ગઈ છે. હજારે વનસ્પતિઓ કદાચ હવે પૃથ્વીના પ્રલય સુધી પણ નહિ મળે. ' આવી હાલતમાં પેલા શિક્ષકનું અવસાન થયું. મહિનાઓ સુધી
જ્યારે તેઓ પથારીમાં તરફડ્યા હશે ત્યારે તેમનાં સ્ત્રી બાળકની પાછળથી શું દશા થશે એ વિચારમાં ને વિચારમાં તેઓ કેવા રિલાયા હશે! કેટલી શારીરિક અને માનસિક રિબામણવાળું એ મૃત્યુ હશે? " હવે એ બાળકોની અવદશાની પરાકાષ્ઠા આવી. આજીવિકાનું કઈ સાધન નથી, ભૂખમરાએ આ કુટુંબને ઘેરી લીધું. ઉચ્ચ વર્ણની આ બ્રાહ્મણ બાઈ જેમતેમ કરીને ભીખ માગીને દિવસે પસાર કરવા લાગી. ગામડાગામમાં જ ભીખ પણ ક્યાંથી મળે? કઈ વખત ખાવાનું મળે, કોઈ દિવસ સાવ ભૂખ્યાં રહેવું પડે. બાળકે ભૂખથી રોઈ રોઈને થાકીને સુઈ જાય ત્યારે આ બાઈના મનમાં કે વલપાત થતું હશે?
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org