________________
૧૩૦
પત્નીએ વળતી બીજી દરખાસ્ત મૂકી કે છેકરાઓ સિનેમા જેવા જાય છે તે બંધ કરવું તે દીકરાઓએ વધે લીધે કે સિનેમા ન જોઈએ તે પછી જિંદગીમાં રસ શું રહે? સિનેમા જોયા વિના તે ચાલે જ નહિ. ખૂબ વિચારણાને અંતે એમ નકકી થયું કે કુટુંબના સળે રેજ બે વખત ચા પીતા તે હવેથી એક જ વખત પીવી, અને છતાં જે ખરચને ન પહોંચી વળાય તે તેટલા પૂરતું શાકભાજી વિના. ચલાવી લેવું.
બીજું એક ગરીબ કુટુંબ છે, પતિ પત્ની અને બે બાળકે. બાળકે નિશાળમાં ભણે છે. નાના પગારમાં માંડ પૂરું થાય છે. અચાનક આ અને આવા લાખે કુટુંબ પર વજાઘાત થયે આયાત કરેલા રૅશનના ઘઉંના ભાવ સરકારે વધારી મૂક્યા. ભાવ વધારવા માટે હજાર બશેનાં મળી શકે છે. ભાવ ઘટાડવાનાં પગલાં લેવાનું શોધનારે નાણાપ્રધાન કોઈ હજી આપણને મળ્યું નથી.
રેશનના આ ભાવવધારાએ આ અને આવા લાખે કુટુંબને ઘેરી ચિંતામાં મૂકી દીધાં. ખૂબ ચર્ચા વિચારણા પછી આ પતિ-પત્નીએ નક્કી કર્યું કે વધારાના ખરચને પહોંચી વળવા આપણે રૅશનનું પણ રેશનિંગ કરવું અને બન્ને જણાંએ રેજ માત્ર બબ્બે રોટલી જ ખાવી. માનવી દુઃખથી ટેવાઈ જાય છે. ભૂખથી અને રેગથી પણ ટેવાઈ જાય છે. તે નિયમ પ્રમાણે આ કુટુંબ પણ ભેજનના રેશનથી ટેવાઈ ગયું છે. હવે તેને પગાર વધે છે. એક દીકરો પણ કમાવા લાગ્યા છે. પણ પિલું ભેજનનું રેશન હજી ઉઠાવી લેવાયું નથી. પતિ પત્ની બન્ને હવે માત્ર બે જેટલી ખાવાથી ટેવાઈ ગયાં છે.
સરકારે રેશન ઉઠાવી લીધું પણ આવાં કેટલાં કુટુંબમાં દર મહિને વધતી મેંઘવારીને કારણે મરજિયાત રેશન સ્વીકારવાનું ફરજિયાત બનતું હશે તેને કોઈ અર્થશાસ્ત્રી, કોઈ રાજદ્વારી નેતા કે કેઈ નાણાપ્રધાન વિચાર કરશે ખરા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org