________________
૧૯
બદલે આપણી પાસે છે જૈના અને વૈષ્ણુવા, જેએ પવિત્ર યાત્રાધામમાં બેસીને પ્રજાને દગા ફુટકાથી માંસ, મચ્છી, ઇંડાં ખાતી કરવાની યેાજના ઘડતા હોય, તેના અમલ કરતા હાય અને તે માટે ગૌરવ પણ અનુભવતા હાય.
આપણી કૉલેજો ૩૨ વરસમાં એક શ્રદ્ધાનંદ, એક કૃપલાણી કે એક ટડનબાજી તે શું પશુ એક ઇસ્માઇલ કે એક મામદ મતવા પણ ન આપી શકી હોય તે ૩૨ વરસમાં કોલેજો પાછળ અખો રૂપિયા વેડફી નાખનારાઓએ આ પ્રજાને છેતરપિંડી, દંભ અને ભ્રષ્ટાચાર આચરનારાં ટોળાંને હવાલે કરી દીધી છે, એમ નથી લાગતું ? [૨] સમાજદ્દન
મધ્યમ વગ'નું એ કુટુબ પાતાના ઘરમાં ટોળે વળીને બેઠું છે. કુટુંબના વડા ચિંતાતુર છે. પેાતે નાકરી કરે છે; ચાર બાળકો સ્કૂલ અને કૉલેજમાં ભણે છે. નિશાળ તરફથી આવતા મહિનાથી ફીમાં એ રૂપિયા વધારા કરવાની જાહેરાત થઈ છે. તે બીજી ખાજુ રેલ ભાડામાં વધારા કર્યો છે. આવતા મહિનાથી આશરે આઠ-દશ રૂપિયાના વધારાના મરચને કેમ પહેાંચી વળવું તેની ચિંતા આ કુટુંબને ઘેરી વળી છે. પેતાના ટૂંકા પગારમાંથી દર મહિને માંડ પૂરું કરતા આ વડીલને મહિને વધારાના આઠ-દશ રૂપિયા કથાંથી ફાજલ પાડવા તેના રસ્તે સતા નથી.
તેની પત્ની રસ્તા કાઢે છે કે હું અઠવાડિયાના બેથી ત્રણ એકાસણાં (એક જ વખત જમવું) કરું તે તે ખચતથી આ ખરચને પહેાંચી વળાશે. તેના પતિને આ દરખાસ્ત મંજૂર નથી.
પતિ વળતી દરખાસ્ત મૂકે છે કે નાકરને રજા આપવી અને તમામ કપડાં એ પાતે ધેાઈ નાખશે પણ એ દરખાસ્ત વહેવારુ ન ગની. કારણ કે નળમાં પાણી રાતે બે વાગ્યે આવતું એટલે ઉજાગર કરી કપડાં ધાવાનું બને નહિ.
. ૪-૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org