________________
૧૨૮ વખત પિવડાવે. હમણાં એને ખાવાનું નહિ આપતા. વખતોવખત છાસ્ત્ર પિવડાવ્યા કરજે. ત્રણ દિવસમાં લેહી ઝાડા બંધ થઈ જશે. દિવસે પાંચેર તેલા દિવેલ પિવડાવજે.
“પછી કડખનાં પાંદડાં, ઝણી કડબ, થૂલું એમ નરમ ખોરાક અઠવાડિયા સુધી આપજે. ત્રણ દિવસમાં ઝાડા બંધ ન થાય તે મને તેડવા આવજે.” એટલું કહીને એ તે લાકડી ઉપાડીને પાછા જવા, ફર્યા, એટલે મેં કહ્યું, “મામદ બાપુ, પૈસા તે લેતા જાઓ!' '
શેના પૈસા?” તેણે મારી સામે જોઈને પૂછ્યું. “મૂગું પ્રાણી રિબાતું હોય એની સેવા કરવાને તે આપણે ધરમ છે બેટા! એના પૈસા લેવાના ન હોય. લઈએ તે ખુદા નારાજ થાય. ચાલ, જલદી ઘરે પહેરું. મારી ગાયે હવે ચરવા જવા ઉતાવળી થતી હશે અને ભાંભરતી હશે.” અને ઝડપથી ડગલાં ભરતા એ ઘર તરફ ચાલવા લાગ્યા
આજે આ પ્રસંગ યાદ આવે છે ત્યારે થાય છે કે ક્યાં તે વખતના ઉચ્ચ ભાવનાશાળી મુસ્લિમ અને ક્યાં આજના ઉચ્ચ વર્ણના કહેવાતા નબીરાઓ? જેઓ ખાદ્ય પદાર્થોમાં દૂધ હોય કે ઘી, લેટ હોય કે પાઉં.બિસ્કિટ, દરેકમાં જ્યાં જ્યાં બની શકે ત્યાં ઈંડાં, કતલ કરવામાં આવેલાં પશુઓની ચરબી અને સૂકવીને કેમિકલ પ્રોસેસથી ગંધ ઉડાડી. દીધેલી માછલીને લેટ પણ મિશ્ર કરતાં અચકાતા નથી.
ખાદ્ય પદાર્થોમાં પશુઓનાં માંસ-ચરબી ભેળવવાની શોધ કરનારા, સરકાર પાસે એ જનાએ મૂકનારા અને ભેળસેળનાં કેન્દ્રો ચલાવનારા મોટા ભાગે ઉચ્ચ વર્ણના હિંદુ નબીરાઓ છે. અને એ તમામ આજની કોલેજોની અને કોલેજોમાં અપાતા શિક્ષણની દેન છે.
એ કમનસીબ છે આ દેશનું કે તેની પાસે હવે મામદ બાપુ નથી, જે પશુઓનું દુઃખ સાંભળી થાળી ઉપરથી ઊઠી જાય, પણ મણિલાલે છે, જે ગોવધબંધીની માગણીને વિરોધ કરે છે અને ગેહત્યાને સફળ બનાવવા જુદા જુદા પેંતરા રચી શકે છે.
આપણી પાસે હવે ઈસ્માઈલ મતવા નથી જે પરધમીઓની ધર્મની લાગણીને માન આપી એ સંસ્કાર પિતાના પુત્રોમાં ઉતારે. તેને
“
બ
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org