________________
૧૨૨
આપણે ત્યાં મજૂરો નહિ પણ સ્વતંત્ર કારીગરી હતા. તેમનું શાષણ કરનાર કોઇ માલિક ન હતા. ઉત્પાદિત થયેલા માલ તે ઉત્પાદન - કરનારાઓના શ્રમ અને સૂઝ મુજબ યગ્ય રીતે વહેંચાઈ જતા.
ખેતરમાં પણ મૂડીવાદી, સમાજવાદી અને સામ્યવાદી વ્યવસ્થાએ ખેતમજુરોની રાજી પૈસામાં ખરીદીને મુશ્કેલી પેદા કરી, ભારતીય સંસ્કૃતિમાં ખેતરમાં કામ કરનારાઓની મજૂરીરૂપી મૂડીમાં ઉત્પાદિત થયેલા માલની વહેંચણી થતી. દરેક કારીગરને અને બીજા શ્રમ કરનારાઓને ખેતરમાં પેદા થયેલા માલમાંથી ભાગ મળતા. એ વધુ સારી વ્યવસ્થા હતી. તેનાથી માંઘવારી, ફુગાવા અને ભ્રષ્ટાચારને અવકાશ જ ન રહેતે.
ખનીજ સંપત્તિની માલિકી કોની?
એક બીજો નવા મુદ્દો પણ વિચારવા જેવા છે. ઇશ્વરે મનુષ્યને પાણી, વ્રુક્ષા અને પશુઓથી માંડી વિવિધ ખનીજ પદાર્થો રૂપી અઢળક સંપત્તિ આપી છે. જે જે પ્રદેશમાં એ સંપત્તિ હાય તે સંપત્તિની માલિક રાજસત્તા નહિ પણ પ્રજા છે. રાજસત્તાને તેના પાતાની મરજી પ્રમાણે ઉપયોગ કરવાની, મૂડીદારોને તે ખોદી કાઢવાને ઇજારા આપવાની, તેના જરૂરિયાત ન હાય એવાં કાર્યોમાં દુર્વ્યય કરવાની કે દુર્વ્યય કરવા દેવાના અધિકાર ખરી ?
એ સંપત્તિઓને મર્યાદા બહાર ખાદી કાઢીને તેના વિનાશક હથિયારામાં ઉપયાગ કરવા, શેષણ-કાર્યોમાં ઉપયોગ કરવા, અને તેમાંથી થતા મખલખ નફા રાજ્યની અથવા એને ઇજારા લેનારા મૂડીદારોની તિજોરીમાં જમા થવા દેવા એ ન્યાયી અને સલાહભયુ છે. ખરું ? એની માલિકી તા સમગ્ર પ્રજાની છે. એ જ પ્રજાને તેમની જ સંપત્તિ વટે લૂ’ટવી, કુદરતી સંપત્તિના ક્ષય ક` જવા અને વિશ્વશાંતિને જોખમમાં મૂકવી એમાં કેટલુ' ડહાપણ છે, કેટલા ન્યાય છે એ વિશ્વના ડાહ્યા પુરુષોએ વિચારવાના સમય પાકી ગયા છે.
જો ખનીજ સંપત્તિએ, જેવી કે લેડું, ડિઝલ, કોલસા, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેને પ્રજાની માલિકીની ઠરાવી રાજસત્તા કે મૂડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org