________________
૧૨૦
તા તેમના રાજિના ખરચને પહોંચી વળીને કંઈક બચાવી શકે એટલી, તેમનાં ઘરનાં સ્ત્રી-બાળકોને પણ પોતાની મજૂરીરૂપી મૂડીનું લીલામ ન કરવું પડે અને પુરુષોની આવકમાંથી જ આખા કુટુંબનું ગુજરાન ચાલી શકે એટલી ક"મત તા હાવી જોઈએ, જે નથી.
અને મજૂરા પૂરું કામ નથી આપતા તે ફરિયાદ સાચી માનીએ તે પણ કામ પૂરું ન આપવાનાં બે કારણ હોઈ શકે ( ૧ ) તેમને નીતિમત્તા અને ફરજનું જ્ઞાન આપવામાં આવતું નથી પણ મજૂર-આગેવાના અને ઘણી વખત કહેવાતા સમાજવાદી પ્રધાન તરફથી પણ તેમની લાગણીઓ માલિક વિરુદ્ધ ઉશ્કેરાએલી રાખીને તેમનામાં ઇર્ષાવૃત્તિ જાગ્રત કરવામાં આવે છે અથવા ( ૨ ) તેઓ દિવસે દિવસે શારીરિક અશક્ત બનતા જાય છે.
*
રેશનનું સડેલું અનાજ અથવા ખુલ્લા અજારનું હાઈબ્રીડનું સત્ત્વહીન અનાજ, પશ્ચિમી રાષ્ટ્રોમાં આરોગ્યની અને શુદ્ધતાની કસોટી ઉપર બિલકુલ ટકી શકે નહિ એવાં સિન્થેટિક દૂધ અને ઘી અને તે પણ અતિ અલ્પ પ્રમાણમાં, જતુનાશક દવાઓની અનાજમાં રહી જતી ધીમી ઝેરી અસરથી મનુષ્યની હરાઈ જતી શક્તિ, અવાજો અને હુવાના પ્રદૂષણથી ભાંગી પડતા જ્ઞાનતંતુ, જુગારથી, દારૂથી, આર્થિક ભી'સને કારણે તેમ જ છાતીએ છાતી ભીંસાય એવી ગિરદીમાં રાજ મેથી ત્રણ કલાક મુસાફરીથી શરીરના સ્નાયુઓ અને હાડકાંઓનું કમજોર થતા જવું....આ તમામ કારણેાએ દિન-પ્રતિદિન અશક્ત બનતા મજૂરા પૂરું કામ ન આપે તે એ વાંક એમના નથી પણ એવી પરિસ્થિતિ પેદા કરનારા મૂડીદારો, મેટા ઉદ્યોગપતિએ પેાતે છે.
તેઓ આ સ્થિતિ ન સુધારે તા મજૂરો હજી વધુ અશક્ત થશે. એનું પરિણામ તે। પ્રજાએ જ ભાગવવું પડશે. કારણ કે, જેમ ઉત્પાદન ઓછું થશે તેમ ઉત્પાદન-ખરચ વધશે અને આપણી પાસે શેષણુ માટે સંસ્થાના નહાવાથી એ માંઘાં બનતાં ઉત્પાદનને ખરચના બેજો આપણી જ પ્રજાને માથે પડશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org