________________
૧૧૬
જ્યારે ભારતની સરહદની પેલે પાર જન્મેલા મૂડીવાદ, સામ્યવાદ કે સમાજવાદમાં માત્ર સ્વાર્થવૃત્તિ, પરિગ્રહ અને હિંસા તેમ જ શેષણખેરી રહેલાં છે. એ ત્રણે વાદોના બંધારણમાં જ હિંસા અને શોષણખોરી રહેલાં છે.
આ શેષણખોરી અને સમસ્ત વિશ્વની સર્વ સંપત્તિના માલિક બની જવાની રાક્ષસી આકાંક્ષાએ જ આપણે બન્ને વિશ્વયુદ્ધો જયાં છે, અને એ બન્નેથી પણ વધારે ભયંકર ત્રીજા વિશ્વવિગ્રહ તરફ આપણે ઘસડાઈ રહ્યા છીએ.
ત્યાગ એ પ્રજાઓના લેહીમાં જ નથી. એટલે ત્રીજુ વિશ્વયુદ્ધ અનિવાર્ય છે. પણ જે આવી રહેલા અણુયુદ્ધ અને લેસર કિરણે વડે લડાનાર મહાભયાનક યુદ્ધથી જે બચવું હોય તે ભારતે ત્યાગવાદની પુન:પ્રતિષ્ઠા કરવી જ જોઈએ. અને તેને અમલ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાના કાર્યક્રમ દ્વારા જ થઈ શકે. ભારતથી આ થઈ શકે તેમ છે. કારણ કે, તેના લેહીમાં તેને લાખ વરસને વારસો છે.
આપણે આપણા હાથે જ જે વર્ણ–વ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થા તેડી ન હોત અને ત્યાગવાદને મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદથી અભડા ન હતા તે વૃદ્ધોની જે યાદવાસ્થળી જે દિલ્હીમાં જોઈ, અને રાજ્યના પાટનગરમાં જોઈએ છીએ, એ દુઃખદ પ્રસંગ પ્રાપ્ત થયે ન હેત.
મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદને ધર્મ સાથે નિસ્બત નથી. સામ્યવાદ અને સમાજવાદ ધર્મને તિરસ્કારે છે. મૂડીવાદ તેને તિરસ્કાર, નથી, પણ પિતાનાં દુકૃત્યમાં તેને હસ્તક્ષેપ કરવા દેવા તૈયાર નથી. હિંદુ પ્રજા પિતાના દરેક કાર્યને ધર્મની કસોટી ઉપર મૂકીને ચાલતી.
વેદ અને જૈન ધર્મ કામ, ક્રોધ, લેભ, મેહ, મદ, મત્સર, ઈલ સંગ્રહખોરી–એ તમામને ત્યાગી તમામ લાલસામાંથી મુક્ત રહી અહિંસા, અપરિગ્રહ અને અનુકંપાવૃત્તિ દ્વારા સુખશાંતિ મેળવવા શીખવે છે. આવા ધર્મને દ્રોહ કરવાથી હિંદુ પ્રજાને કાંઈ લાભ મળે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org