________________
૧૧૫ રાષ્ટ્રને સમૃદ્ધ કરવું અને શુદ્ધોએ ત્રણે વણે પિતાને સોંપવામાં આવેલી જવાબદારી સરળતાથી ઉપાડી શકે તે માટે સેવાભાવે તેમને મદદ કરવી. ૫૦ વરસથી ૭૫ વરસની ઉંમર સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહી સંસારની સર્વ કામનાઓને ત્યાગ કરી ઈશ્વરાભિમુખ બનવા પ્રયત્ન કરે અને સમાજ-સેવા કરવી. પિતાના જ્ઞાન અને અનુભવને પ્રજાને લાભ આપ, અને ૭૫ વરસની ઉંમર થાય એટલે સંન્યાસાશ્રમમાં પ્રવેશી, ઘરબાર, કુટુંબ-કબીલા, સગાંસ્નેહી સર્વને ત્યાગ કરી જંગલમાં જઈ રહેવું. અને જંગલનાં ફળ-ફળાદિ વડે અથવા ભિક્ષા માગીને પેટ ભરવું. અને ઈશ્વરભજન, જપ-તપમાં બાકીના દિવસે વિતાવવા.
મોટા ચમરબંધી રાજવીઓ પણ રાજપાટ છેડી જંગલમાં જઈ ભિક્ષા વડે પેટ ભરતા. આમ આશ્રમ-વ્યવસ્થામાં ત્યાગ કેન્દ્રસ્થાને હતે. સાધુસંત-મુનિભગવતેના ત્યાગની તે વાત જ શી કરવી? હિંદુધર્મ જ એ ધર્મ છે કે જેના સાધુસંત કઠોર સંયમ પાળી અપરિગ્રહવ્રત ધારી ત્યાગમય જીવન ગાળે છે. જેઓ પોતે જ્યાં રહેતા હોય તે જગા સાથે પણ મેહ, મમતા ન બંધાય માટે રોજ ફરતા જ રહે છે. માત્ર ચોમાસાના ચાર મહિના જ એક સ્થળે સ્થિર રહે છે, અને આ ચાર મહિનામાં પણ તેઓ પ્રજાને ધર્મનું જ્ઞાન આપવા કેટલે કઠોર પરિશ્રમ કરતા હોય છે!
આપણે સાધુઓનાં આ કઠોર તપ, સંયમ અને અપરિગ્રહની સામે, ખ્રિસ્તી ધર્મના પાદરીઓ જુઓઃ નથી અપરિગ્રહ, નથી સંયમ. દારૂ, માંસાહાર અને ભેગવિલાસમાં જ રચ્યા-પચ્યા રહે છે. વિશ્વમાં સેવાના નામે વિગ્રહો સળગાવે છે. આસામ એને તાજો જ દાખલે છે. - હિંદુ પ્રજાએ સંસારનાં અને ધર્મનાં સર્વ કાર્યો ફળની ઈચછારહિત થઈને કરવાનાં હોય છે. યજ્ઞ, જપ, તપ દાન વગેરે પણ ફળની ઈરછારહિત કરવામાં આવે છે, અને તે કર્યા પછી તેનું જે ફળ હોય તે ઈશ્વરને ચરણે ધરી દેવામાં આવે છે. આમ જન્મથી મરણ પર્યત હિંદુ સંસ્કૃતિએ ત્યાગ અને અપરિગ્રહને જ શ્રેષ્ઠ માનેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org