________________
૧૧૨
- ધમની મર્યાદામાં રહેતા , વૈને ધર્મ વેપાર કરીને રાષ્ટ્રની સમૃદ્ધિ વધારવાને. વેપારનાં મૂળ ખેતીમાં છે. વૈને ત્યાગ પણ ક્યાં છે હતે? તેઓ તેમની મર્યાદાની બહાર જાય તે શું થાય તે આજના કરેલ્પતિઓની પ્રવૃત્તિ જ આપણને કહી દે છે.
વૈરૂના ધંધા ઉપર હિંદુ ધર્મે મર્યાદા મૂકી છે. અમુક ધંધા જે નાના ઉત્પાદકોના હાથમાંથી શ્રીમંત વૈશ્યના હાથમાં જાય તે પ્રજાના શેષણની, દુઃખની, માનસિક તંગીની કઈ મર્યાદા જ ન રહે. કારણ કે પૈસાના જોરે એ અમુક જીવનજરૂરિયાતની ચીજોના સંઘરા કરીને પ્રજાને નીચવી શકે. માટે તે તેલ, ઘીને વેપાર કરવાની વૈશ્યને મનાઈ હતી. દૂધને તે વેપાર કરવાની જ મનાઈ હતી. વૈ આ ત્રણે ધંધામાંથી મબલખ પૈસે મળી શકે છે તે સારી રીતે જાણે શકે એટલા બુદ્ધિમાન હતા પણ તેમણે ત્યાગવૃત્તિ દાખવી. આવા અનેક ધંધામાં હસ્તક્ષેપ ન કર્યો. - ત્યાગવૃત્તિ તજીને હિંદુ ધર્મની મર્યાદાઓ તેડીને જ્યારે તેમણે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે દૂધ, ઘી, તેલ, ગોળ વગેરે ક્ષેત્રે પ્રજાની યાતના કેટલી વકરતી જાય છે તેનું વર્ણન કરવાની જરૂર છે ખરી?
વે હિંદુ ધર્મશાની મર્યાદામાં રહીને પણ કરેડો અને અબજો રૂપિયા કમાઈ શક્તા એ એમની બુદ્ધિને પ્રતાપ હતું. ગુજરાતના શ્રેષ્ઠીઓની હૂંડીઓ છેક યુરોપમાં સ્વીકારાતી. તેમની બુદ્ધિ અને પૈસાના જેરે તેઓ સમાજમાં ઘણી અવ્યવસ્થા પેદા કરી શક્યા હોત, જેમ આજના દેશ-વિદેશના કરોડપતિઓ અને અબજપતિઓ કરે છે તેમ. પણ ના! તેમણે તેમના ભેગ-વિલાસની લાલસાઓ ઉપર અંકુશ રાખી પિતાનાં નાણુંને સમાજમાં શ્રેય અર્થો ત્યાગ કરવામાં કૃતકૃત્યતા માની.
ભારતમાં જેટલાં વાવ, કૂવા, તળાવ, મંદિર, મઠ, પાઠશાળાઓ, અન્નક્ષેત્રે, સદાવ્રત, ધર્મશાળાઓ, પાણીની પરબ, પાંજરાપોળ વગેરે છે તેવાં અને તેટલાં દુનિયાના કેઈ ભાગમાં તે બતાવે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org