________________
૧૧
ચૂંટણીની ટિકિટ માટે પણ અઠવાડિયામાં ત્રણ વખત પક્ષપલટ કરતા રાજ્યધારીઓ સાથે, અબજપતિઓની આંખને ઈશારે નાચતા પ્રધાને સાથે, કે જે ગમે તેવા રાષ્ટ્રવિરોધી, સંસ્કૃતિવિધી, ધર્મવિરોધી અને દુષ્ટ ઈરાદાવાળા ઠરાની તરફેણમાં આંગળી ઊંચી નહિ કરીએ તે આવતી ચૂંટણીમાં ટિકિટ નહિ મળે એવા ભયથી થરથરતા રાજદ્વારીઓ સાથે સરખાવે ત્યારે જ સૂરપાળના ત્યાગની ભવ્યતાની કાંઈક ઝાંખી થઈ શકે.
બ્રાહ્મણે ત્યાગ-સૂતિ હતા તે ક્ષત્રિયે ત્યાગ અને બલિદાનની પણ મૂર્તિ હતા.
જગતને તાત ખેડૂત સહુ પ્રથમ વૈશ્ય છે ખેડૂત. ખેડૂત ધારે તે પ્રજાને ભૂખે મારી શકે. એ ધારે તે સમાજને અંધાધુંધીમાં ફેંકી શકે. પશ્ચિમને ખેડૂત કાં તે શેષણર છે અથવા શોષણખેરોને એજન્ટ છે. એણે આજના વિજ્ઞાનની મદદથી ખેતીને લૂંટનું હથિયાર બનાવ્યું છે. : ભારતને ખેડૂત આજે પણ વિશ્વમાં સહુથી વધુ કુશળ છે. એણે ધાર્યું હોત તો પોતાના માટે ઘણા લાભ પ્રાપ્ત કર્યા હતા પણ તેણે શેષણખેર થવાને બદલે ત્યાગવૃત્તિ દાખવી જગતના તાતનું બિરુદ મેળવવાનું વધુ ઉચિત માન્યું.
આગઝરતા તાપમાં, કડકડતી ઠંડીમાં, અનર્ગળ વરસાદમાં કે ઝંઝાવાતી પવનની ઝાપટે અને ધૂળની ડમરીઓ વચ્ચે કે ઘોર અંધારી રાતમાં હિંસક પશુઓની ડણક વચ્ચે એ પ્રજાને ખવડાવવા અનાજ ઉગાડવા કમર કસીને મંડ્યો જ રહે છે. ખેતીને એણે કમાણીનું સાધન ન માનતાં યજ્ઞ તરીકે સ્વીકારી.
ખેડૂત જે ખેતી પાછળની ય–ભાવનાને ઠુકરાવી નફાખેરીનું સાધન બનાવવા લલચાય તે શું થાય, તે આપણે આજની સ્થિતિ કહી આપે છે. ખેતીના વણલખ્યા કાયદાની મર્યાદામાં આજની ખેતીને સમાવી શકાય તેમ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org