________________
tot
ગાયા તમને બિનઉપયાગી એવી વસ્તુઓ ખાઈને તમને ખૂબ ઉપયાગી એવી વસ્તુઓ, પાતે ખાય તેના કરતાં અનેક ગણી આપીને ત્યાગની ભાવના શીખવે છે.
જંગલા તમારી પાસેથી માત્ર રક્ષણની અપેક્ષા રાખે છે. બદલામાં. તેમની પાસે જે કાંઈ છે તે તમામ જીવસૃષ્ટિને સમપી દે છે, મનુષ્ય સહિત તમામ જીવા, જેને જે એઇએ તે લઈ જાવ. જંગલે એ અસીમ ત્યાગનું જ્વલ ́ત દૃષ્ટાંત છે.
ભૂમિ તમારી તમામ ગઢી, નકામી વસ્તુઓને પોતાનામાં સમાવી લે છે. તમને જોઈતી વસ્તુ વિના મૂલ્યે આપે છે. એટલુ જ નહિ, પેાતાના પેટાળમાં જે અઢળક સંપત્તિ છે તે પણ તમને લઈ જવા દે છે. એ લઈ જવા તમે તેનું પેટાળ ફાડી નાખેા છે, તે પણ વિરાધના એક શબ્દ એલ્યા વિના તે બધું સહન કરી લે છે અને સહન કરતાં કરતાં તમને આપ્યા જ કરે છે. ધૈયની, સહનશીલતાની, અને ત્યાગની આવી મૂર્તિ કયાંય જોવા મળશે ખરી ? માટે તે હિન્દુઓ પૃથ્વીને માતા' કહે છે. આ તમામ ઉપકારાના બદલામાં પૃથ્વી એટલું જ ઇચ્છે. છે કે તેની છાતી ઉપર ચડીને લોકો પાપાચરણ ન કરે. તેનાં જ બાળકાની કતલ કરીને તેમના લેાહીથી તેને નવડાવે નિહ.
જલાયા તમારી પાસેથી એટલી જ અપેક્ષા રાખે છે કે તમે તેમને અભડાવા નહિ, તેમનામાં તમારા ગદા ઝેરી કચરા નાખા નહિ, તેમની કુદરતી ગતિ અવરોધીને તેમને સૂકવી નાખા નહિ.
મઢલામાં બીજી કોઈ જ અપેક્ષા વિના તે સમગ્ર જીવસૃષ્ટિને. જીવન સમપી રહે છે.
મનુષ્યા, પશુ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજ ંતુ, વૃક્ષા, વનસ્પતિઓ, સહુને જીવન અને પેાષણ આપતી દિવસ ને રાત વહેતી જતી તમામ નદીએ “ ત્યાગમૂતિ ”આ જ છે ને !
kr
આ વિશ્વમાં હિંદું પ્રજાએ હિંદુ પ્રજા તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તેા ભારતમાં એક જ વાદ્ય રહેશે “ ત્યાગવાદ ’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org