________________
૧૦૪
છે. આમ બન્યું તેની પાછળ કારણ એક જ છેઃ લાલસા. વધુ ને વધુ
ગવિલાસનાં સાધને મેળવવાની, વધુ ને વધુ સત્તા મેળવવાની પ્રચંડ લાલસા, વર્ગવિગ્રહથી ફંટાઈને વિશ્વવિગ્રહ તરફ આ બને જૂથને ખેંચી રહી છે.
આખરે તે આ બન્ને પક્ષે એક જ અર્થવ્યવસ્થાને ઢાંચામાંથી જન્મ્યાં છે. શેષણ અને હિંસા, અન્યાય અને જુલમ એ જ જેની જીવાદોરી છે, તે પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થા. '
આ અર્થવ્યવસ્થાને જ નાશ કરવામાં ન આવે ત્યાં સુધી વર્ગવિગ્રહ ચાલવાના, જે આખરે વિશ્વવિગ્રહમાં પલટાઈ જશે. આ ધરતીના પટ પર વિશ્વશાંતિ અને પશ્ચિમી યાંત્રિક અર્થવ્યવસ્થા એક સાથે રહી શકે જ નહિ. .
કાર્લ માર્કસ જેને રાષ્ટ્રીયકરણ કહે છે તે ખરી રીતે રાષ્ટ્રીય કરણ છે જ નહિ. તે તે સરકારીકરણ છે. જે મૂડીદારી ઈજારાશાહી કરતાં પણ વધુ ખતરનાક છે. માસ મૂડીદારેનાં વગરને જ નાશ ઇચછે છે, પણ એ નાશના ભંગાર ઉપર તે ખુદ રાજ્યને જ મૂડીદાર બનાવવા માગે છે, જેને સામ્યવાદીઓ state capitalism તરીકે એળખાવે છે.
આમાંથી એક શક્યતા એવી છે કે આ state capitalismમાંથી સામ્યવાદી સરમુખત્યારે લૂંટણવાદ તરફ ઢળે. પિતાની પ્રજાના મૂડીદારોને લૂંટીને, તેમને મારી નાખીને પછી તેમને બીજાં રાજ્યના મૂડીદારને, ધર્માચાર્યોને લૂંટી લેવાની, મારી નાખવાની લાલસા થાય તે માર્કસની વિશ્વશાંતિની કલ્પના વિશ્વવિગ્રહમાં ફેરવાઈ જાય. - ચીનની સરહદે વિસ્તારવાળી લાલસા, તિબેટના ધર્મગુરુઓ લામાઓની નિદ્રય રિખામણી ભરેલી કતલ, ભારત ઉપરનું આક્રમણ, રશિયાનું સરહદી રાજી ઉપરનું લશ્કરી દબાણ અને ત્યાં પિતાની કઠપૂતળી સરકારે સ્થાપી તે રાજ્યનું વેપારી કરારે દ્વારા શેષણ – આ બધા પ્રસંગો આ માન્યતાને યથાર્થ નથી કરાવતા?
મૂડીવાદ શેષણની કળા શીખવે છે. દુનિયાને ભોગવિલાસ તરફ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org