________________
જન્મતાં જ આ પસ્વિર્તિત સ્થિતિ જોઈ હતી. તેમને તે તેમના પૂર્વજોએ જોયેલી વન, પશુ અને જલ સમૃદ્ધિની કલ્પના જ ન હતી. એટલે તેમના વડીલેની વાતે તેમને કેમ સમજાય? આ ચાર પાંખિયે મતને ઘયારે?
સુકાઈ ગયેલાં પાણીના પુરવઠાથી પશુઓ ઉપર એક વધુ કાતિલ ઘા કર્યો હતે. જમીન કસાહીન થવાથી અનાજ ઓછું પાતું હતું. ચરિયાણું સફાચટ કરી નાખવામાં આવ્યા હતા. પાણીની, ઘાસચારાની નિકાસ દ્વારા પેદા કરાયેલી તેમના ખાણાની તંગી અને કતલખાનામાં તેમની ગરદન ઉપર ફરી રહેલી છૂરી–આવાં ચાર પાંખિયાં મતનાં ધસારા સામે પશુઓની સંખ્યા ઘટી રહી હતી. બળની કાર્યશક્તિ, ઘટતી જતી હતી, તેમની કિંમત આસમાનને આંબવા મથતી હતી. સ વરસ પહેલાં રૂપિયા ત્રણ થી છમાં મળતા બળદની કિંમત રૂ. ૧૦૦૦, ૧૫૦૦, ૨૦૦૦ સુધી પહોંચી હતી. આ બધી વૈજ્ઞાનિક હકીક્ત. છે. પણ પેલા વિદ્યાર્થીઓ એ શી રીતે જાણે તેમને તે પિપટની. જેમ ટ્રેકટર, રાસાયણિક ખાતર, સુધારેલું બિયારણ અને આધુનિક સિંચાઈના જાપ જપવાનું શીખવવામાં આવ્યું હતું. આવી માન્યતામાં જ ઉછરેલા આપણા યુવાને, ખેતીમાં પિતાના ટાંચા સાધને જોઈ હતાશ થઈ નેકરી શોધવા ફાંફાં ન મારે તે બીજું શું થાય? કેની વધારે કાર્યસૂઝ?
તેમને તેમના વડીલે અજ્ઞાન, બુદ્ધિહીન અને બેટા લાગે છે, કારણ કે એમના પૂર્વજોની સમૃદ્ધિ અને કાર્યસઝની એમને કહપના જ નથી. એમને મળી રહેલું શિક્ષણ અને આ શિક્ષણના રચયિતાઓની કલ્પી લીધેલી વૈજ્ઞાનિક બુદ્ધિના પ્રભાવથી તેઓ અંજાઈ ગયા હોય છે. પ્રખ્યાત પશુશાસ્ત્રી અને કૃષિવૈજ્ઞાનિક છે. વેકરે જે ભારતીય ખેડૂતને પિતાના ગુરુ માન્યા, તે જ ખેડૂતે તેમના જ વંશજોની માન્યતા મુજબ અજ્ઞાન મૂર્ખ અને આવડત વિનાના છે, વિધિની આ કેવી વિચિત્રતા છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org