________________
૮૩
રહી હતી, તેનાથી મોટું પાપ શું હેઈ શકે? વધુ દુઃખદ તે એ કે ચંગીઝખાન જેવા દ્વારા ચાલેલી માનવહત્યાને વિશ્વની તમામ પ્રજા તિરસ્કાર કરે છે. જ્યારે સંસ્કૃતિ, માનવતા અને જીવ સૃષ્ટિની અઘોર કતલને જમાનાની જરૂરિયાતમાં ખપાવી દેવામાં આવી છે. આવા અઘોર પાપથી ઈશ્વર કોપાયમાન ન થાય તે બીજું શું થાય? વૃદ્ધ પટેલની વાત સાચી હતી. સાચા વિજ્ઞાનની જાણકારી ક્યાં?
પેલા યુવાનની વાત પણ સાચી હતી. વિજ્ઞાનની વાતમાં પેલા વડીલેને સમજણ ન પડતી. તેમજ વિજ્ઞાનની વાત કરવામાં પિતાને પ્રગતિવાદી સમજતા પેલા યુવાનેને વિજ્ઞાનની સાચી સમજ જ ન હતી. કારણ કે કેળવણીના પુસ્તકમાં વિજ્ઞાનની સાચી જાણકારીથી તેમને વાચત રાખવામાં આવતા હતા. આધુનિક વિજ્ઞાનને નામે તેમને જે કેવળ મળતી હતી તે તે તેમને કુહાડાના હાથા બનાવીને તેમના દ્વારા માનવ જાતનું શોષણ કરવા માટે તૈયાર કરવાની એક ચાલ હતી. જેથી ટેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, મટર પંપ વિગેરે તેમના હાથમાં મૂકીને તે દ્વારા માનવ જાતનું શોષણ અને જીવ સૃષ્ટિના સંહારનું કાર્ય થઈ શકે.
બિચારી નવી પેઢી? - જે પરિવર્તન થયું હતું તે સાચા વિજ્ઞાનને આધારે જ થયું હતું. ગાયના સંહારથી છાણનાં બળતણને અને ખાતરને દુકાળ શરૂ થયે હતે. ખાતર વિના ખેતરે નકામાં હતાં. લેકોએ બળતણ માટે વૃક્ષોનું નિકંદન કાઢ્યું હતું. આથી વૃક્ષ દ્વારા જમીનને મળતું રક્ષણ ન મળવાથી જમીનનું ધોવાણ થવા લાગ્યું. વૃક્ષ ઉપરથી ખરી પડતાં લાખ ટન પાંદડા, વૃક્ષ ઉપર આવીને બેસતાં કરે પક્ષીઓની હગારથી જમીનને કુદરતી પિષણ મળતું બંધ થયું. જમીનના છેવાપણથી જે માટી દેવાતી તેના લીધે નદી નાળાંએ પૂરાઈ જવા લાગ્યા અને સૂકાવા લાગ્યા. નદીઓ સુકાઈ જવાથી ભૂગર્ભમાંથી મળતાં પાણીને પૂરવઠો બંધ થઈ જતાં કૂવાઓ પણ સુકાઈ ગયા. નવી પેઢીએ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org