________________
૨૮
Uત્ર છે.
વસ્તી વધારે ૫૦ ટકાને છે. જયારે માત્ર જાહેર ક્ષેત્રની જ ઓદ્યોગિક કારખાનાઓમાં મૂડી રોકાણને વધારે ૩૫૮ ટકાને અને બેકારીને -વધારે ૯૦૦ ટકાને છે.
વળી ચાલુ કેળવણુ દ્વારા પ્રજાના ચાસ્ટિયને આંક ઊંચે આવ્યું નથી. ભ્રષ્ટાચાર અને સામાજિક ગુન્હાએ જે રીતે વધી રહ્યા છે, એ જ આપણું નીતિમત્તાની ઉતરતી જતી સપાટીની સૂચક છે. બેકારી વધી છે. જે વર્ગ માનસિક રીતે ભારત વિરોધી હવે તેનું માનસ ભારત તરફી બનાવી શકાયું નથી. દેશમાં જ્યાં ત્યાં ફાટી નીકળતાં કોમી હુલ્લડે એની સાબિતી આપે છે. સ્વાધીનતાના પચીસ વરસ સુધી જે રાષ્ટ્રીય ભાવના હતી તે ઓસરી જઈને પ્રાદેશિક ભાવના જન્મી છે. રાષ્ટ્રીય એકતાને ભરખી જતી આ સ્થિતિનું કારણ છે, અંગ્રેજોએ લખેલે ભારતને તદ્દન ખેટે આધારહીન પરિકથાઓ જે ઈતિહાસ છે. એ ઈતિહાસે કેમ કેમ વચ્ચે, પ્રાંત પ્રાંત વચ્ચે ભયંકર ઝેર પેદા કર્યું છે. એ ઝેરના પ્રતાપે દરેક રાજયમાં અને કેન્દ્રમાં પણ ખુરશી યુદ્ધોને અંત આવતો જ નથી.
કેઈપણ સમજદાર માનવીને આ સ્થિતિ વિચાર કરતા કરી મૂકે એવી છે. છતાં આપણું કમનસીબી છે કે શિક્ષણશાસ્ત્રીઓ, કાયદાશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરે કે વેપારી વર્ગ કેઈને પણ આવી ભીષણ સ્થિતિ ઉપર વિચાર કરવાની જરૂર જણાતી નથી. શિક્ષણના વહેવારુ પગલાં પ્રત્યે દુર્લક્ષ
સ્વાધીનતા મળ્યા પછી શિક્ષણ માટે આપણે નીચેની બાબત નક્કી કરવાની હતી. (૧) શિક્ષણના વિષયે, (૨) શિક્ષણની રીત (૩) શિક્ષણનું માધ્યમ, પરંતુ પહેલી બે બાબતે વિષે નિર્ણય લીધા વિના જ ત્રીજી બાબતના નિર્ણય માટે આપણે ભયંકર હુલ્લડો મચાવ્યા, સેંકડોની જાનહાનિ કરી, કરેડની મિલકત બાળી અને દુનિયામાં આપણી પ્રતિષ્ઠાને નીચી પાડી. ઉપરની ત્રણ બાબતે નકકી કર્યા પછી સહુ પ્રથમ તે આપણે સાચે ઈતિહાસ તૈયાર કરવાની જરૂર હતી. ઇતિહાસનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org