________________
૨૮૦ કહેશે? એ બંને ક્રિયાઓ વિજ્ઞાન નથી, માયા છે. જે વસ્તુ ખરેખર નથી તે, તે છે તેમ બતાવવું તેનું નામ માયા.
- ડાલડા તે તેલ છે. છતાં તેને ઘી જેવું બનાવ્યું. તેમાં શુદ્ધ ઘીના વાદ, સુગંધ કે ગુણને અંશ પણ નથી. અને જે અવગુણેને શુદ્ધ ઘીમાં અંશ પણ ન હોય તે અવગુણે ડાલડામાં વપરસ્પતિના-નામે ઓળખાતા પદાર્થમાં કદાચ હેય પણું ખરા ! છતાં બાહ્ય દેખાવમાં તે ઘ જેવું દેખાય છે. અને ઘી તરીકે ઘર ઘરમાં ઘુસી ગયું છે. હવે આને વિજ્ઞાન કહેવાય ? કે છેતરપિંડી
ગુલાબના ફૂલને વિવિધરંગી બનાવ્યાં. પણ તેમાં ગુલાબનો રંગ સુગંધ કે ગુણ પણ ન હોય, અને માત્ર ગુલાબના ફૂલને આકાર જ હોય તે રંગનું રૂપાંતર વિજ્ઞાન નથી. માયા ઉર્ફ ભ્રમણ છે. ખેરાક-વિજ્ઞાનમાં ભારતની પ્રજા આગળ છે
ખેરાક-વિજ્ઞાનમાં હિંદુઓ ઘણા આગળ વધેલા છે. પૌષ્ટિક ખેશકની બાબતમાં મારે કહેવું જોઈએ કે પંશ્ચિમનું ખોરાક વિષેનું જ્ઞાન અતિ સીમિત છે. કદાચ આ વિષયમાં તેઓ તદ્દન અજ્ઞાન છે, એમ પણ કહી શકાય.
તેમણે માત્ર રાકના પદાર્થો શોધ્યા છે. ગુણ નથી શોધ્યા. માટે તે એલોપથીની દવાઓનું ઘણી વખત રિએકશન થાય છે.
આયુર્વેદે રાકના પદાર્થોથી આગળ વધીને તેમના ગુણની પણ શેલ કરી છે. પદાર્થ ગુણ-વિજ્ઞાન ઉપર આયુર્વેદનાં ઘણાં પુસ્તકો પણ લખાયાં છે, ગુણથી પણ આગળ વધીને પ્રકૃતિની પણ શેધ કરી છે, અને પદાર્થ ગુણ તેમજ પ્રકૃતિને સમન્વય કરીને તેઓ પ્રમાણે અને સમય પ્રમાણે ખાદ્ય પદાર્થોની પસંદગી કરીને ખોરાક-વિજ્ઞાનને સર્વોચ્ચ શિખરે સ્થાપિત કર્યું છે.
ભારતમાં ઉદ્દભવેલા ધર્મો આયુર્વેદથી પણ આગળ ગયા છે અને ગુણના પણ ત્રણ ભાગ પાડયા છે. સવગુણ, રજોગુણ અને તમોગુણ.
આ ત્રણ ભાગ પાડીને ખેરાકની શરીર ઉપર તેમ જ મન ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org