________________
૧૮૫
કારણ કે તે સ્વાદથી લેભાય છે. તેમ ખેડૂતના હાથમાં વધુ પૈસા આવે છે તેનાથી તે લેભાય છે. પરંતુ તે પૈસા તે ફર્ટિલાઈઝર ટ્રેકટર, મોટરપંપના ખરચ તે ખરીદવા કરેલા કરજના વ્યાજ, ડિઝલને ખરચ વગેરેમાં તણાઈ જાય છે. અને કો તે ઘી દૂધ વિના ચલાવી લઈને કમર અને રોગના ભોગ બનવું પડે છે. અથવા તે તે બન્ને ચીજ માટે તથા બળતણ માટે વધારાને ખર્ચ કરવું પડે છે તેની સૂઝ તેમને હોતી નથી. ફર્ટિલાઈઝરના ઉદ્યોગમાં સરકારે પિતાનાં હિતને વધારે કર્યો છે એટલે કદાચ એમ પણ હેય કે જે ખેડૂત ફર્ટિલાઈઝર ખરીદવાની ના પાડે તેને આડકતરી રીતે મૂંઝવવામાં આવે. આ ઘઉ વાવવા માટે અપાતી ભાવવધારાની લાલચ
ઘઉંનું વાવેતર વધવાનું બીજું એ પણ કારણ હોઈ શકે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ વધુ ઘઉં ઉગાડનારા પ્રદેશ છે અને તે એગ્ય પણ છે. તેઓ ફર્ટિલાઈઝર અને ટ્રેકટરને વધુ ઉપયોગ કરે છે, તેથી તેમને ઉત્પાદન ખરચ વધતું જાય છે. જે ઘઉંના ભાવ ઊંચા ન બાંધે તે એ પ્રદેશના ખેડૂતે ફર્ટિલાઈઝર અને
ટરને તિલાંજલી આપે એટલે ફરજિયાત દર વર્ષે ઘઉંના ભાવ ઊંચા બાંધવા પડે છે. આ ઊંચા ભાવને લાભ સૂકી જમીનના ખેડૂતેને મળે છે. કારણ કે તેઓ તે નાના ખેડૂતે છે. પૂરતાં પાણીનાં અભાવે ફર્ટિલાઈઝર વાપરી શકે તેમ નથી. પરંતુ ખરીફ અનાજ કરતાં ઘઉંના ભાવ ઊચા બંધાય એટલે કુદરતી રીતે જ તેઓ જુવાર, બાજરા કે મકાઈને બદલે ઘઉં અને શીંગદાણા વાવવા લલચાય છે. - પાણીના અભાવે પશુઓ તે તેઓ રાખી શકતા નથી એટલે ચાની તેમને જરૂર નથી અને પશુઓ રાખી શકે તેમજ નથી એટલે દૂધ-ઘીની આવક ગુમાવવાને તેમને સવાલ જ નથી. કાં તે તેમણે તે વિના ચલાવી લેવાનું જ છે. અથવા શક્તિ હોય તે તે ખરીદવા ખરચ કરવાનું જ છે. જ દૂધ આ દુનિયાનું અમૃત હોવા છતાં પણ જેને ઝાડા થયા હોય તેના માટે તે તે ઝેર સમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org