________________
૧૮૪
ઈકારના સંશોધનમાં બે હજાર પાઉન્ડની ક્ષમતા જોવામાં આવી એટલે કે જમીને પિતાની ૫૦ ટકા શક્તિ ગુમાવી દીધી છે.
અત્યારે ખેડૂત ખરીફ અનાજ કરતાં ઘઉં અને શીંગદાણા તરફે વધુ ઉત્સાહથી વળ્યા છે કારણ કે શીંગદાણાના ભાવ અને હેરફેર મુક્ત રાખીને, ઘઉંના ભાવ ઊંચા બાંધીને અને બીજા ખરીફ અનાજે ઉપર વારંવાર વિચિત્ર કહી શકાય તેવા હેરફેરના અંકુશ મકીને અને તેના ભાવ નીચા બાંધીને તેને ખરીફ અનાજની ખેતી માટે હતાશ બનાવી દીધા છે. આ પાણીની તંગી પશુઓ રાખવામાં બાધક
પાણીની ખોટી જનાઓ કરીને પાણીના દુકાળ ભેગા કર્યા છે. ૩૩ ટકા લોકોને પીવાના પાણી નથી તે પશુઓને પાણી ક્યાંથી પીવડાવે? બીજા ૩૩ ટકા લેકેને મુશ્કેલીથી પાણી મળતું હોય પછી પશુઓને પાણી કયાંથી પીવડાવે ? એટલે ખેડૂતે ગાય, ભેંસ રાખે જ નહિ. બળદને પણ મુશ્કેલીથી નભાવે. - પશુઓ ન રાખે એટલે ખાતરની ખેંચ પડે. છાણિયા ખાતર માટે સરકારે કોઈ પગલાં લીધાં નથી. તેને પૂરવઠો કાપી નાખવાના પગલાં લીધાં છે. બીજી તરફથી ફર્ટિલાઈઝર વાપરવા માટે જોરદાર પ્રચાર કરે છે. ખેડૂતે તે ખરીદી શકે માટે કરજે પૈસા પણ ધીરે છે. પરંતુ ખરીફ પાકના અનાજેમાં ફર્ટિલાઈઝરને ઉપયોગ કરવાથી તેમાં અરગટ આવે છે. તેને લીધે સેંકડો મનુષ્ય, હજારો પશુઓ અને લાખે પક્ષીઓના જાન ગયા છે. એટલે સરકારી પ્રચારથી છેતરાઈને ખે શીંગદાણા અને ઘઉંની કરજે ખરીદેલા ફર્ટિલાઈઝર વડે ખેતી કરે છે.
જેમ બાળકને પિપરમીંટ ભાવે પણ તેનાથી દાંત સડે છે કે પટમાં કૃમિ થાય છે, તે દહાડે તે ટેવ ડાયાબીટીસનું દરદ પેદા કરે છે તેની તેને ગમ નથી. આપણે કહીએ તે તે માનશે પણ નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org