________________
૧દર
માનવ અને પશુની સહિયારી શક્તિ વડે એવાં અનાજે ઉગાડયાં જેમાં અનાજ માનવી ખાય અને અનાજનાં સાંઠા પશુઓ ખાય.
પશુઓ વધારે કૃતજ્ઞ નીકળ્યા. તેમણે મનુષ્યોને નિરુપયોગી એવા સાંઠા ખાઈને મનુષ્ય અનાજ રાંધીને ખાઈ શકે માટે જાણ આપ્યું. અને અનાજ લખું ખાવું ન પડે માટે દૂધ અને ઘી આપ્યાં.
આપણે જુવાર, બાજરે મકાઈ, રાગી વગેરે ખરીફ પાકના અનાજ ઉગાડીને મનુષ્ય માટે અને પશુઓ માટેના ખેરાકનું આયેાજન કર્યું છે.'
તેલબિયાં ઉગાડીને મનુષ્ય અને પશુઓની જરૂરિયાત પોષવાનું આયોજન કર્યું છે. તે મનુષ્ય ખાય છે તેને ખેળ પશુઓ માટે છે
આપણે શિયાળુ પાકમાં ઘઉં અને કઠોળ ઉગાડીએ છીએ તેના દાણ આપણે ખાઈએ છીએ અને તેની શૂલી પશુઓ ખાય છે, જેથી તેમની દૂધ દેવાની શકિત ટકી રહે
આપણે કપાસ ઉગાડીને રૂમાંથી આપણા માટે કપડાં બનાવ્યા અને કપાસનાં બીજ કપાસિયાં પશુઓ માટે રાખતાં. જે તેમના માટે અતિઉપગી ખોરાક છે.
આ પ્રમાણે આપણી બુદ્ધિ અને પશુઓના શ્રમના સંજનથી જીવસૃષ્ટિના રક્ષણ અને પિષણની વ્યવસ્થા આપણા આર્ષદ્રષ્ટા ઋષિસુનિઓએ કરી હતી.
પરંતુ પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થા શેષણ અને હિંસા સિવાય ટકી શકે નહિ. એ અર્થવ્યવસ્થાએ પોતાની હસ્તી નાબૂદ ન કરવી હેય તો ભારતના પશુધનને નાબૂદ કયે જ છૂટકો છે.
કારણ કે આપણું પશુધન હયાત હય, આપણે આપણી ભૂલ સુધારી એ પશુધનને રક્ષણ આપી પરદેશીઓની આર્થિક ગુલામીએમાંથી છૂટી જઈએ, તો જગતનાં બીજા શેષિત રાષ્ટ્રો પણ આપણે પગલે જ ચાલે અને યાંત્રિક હિંસક શેષક અર્થવ્યવસ્થાને કલાકે ઓલી જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org