________________
સાધને ઘટી ગયાં છે.” સત્ય હકીકત એ છે કે સાધને સંપૂર્ણ રીતે. નાશ પામ્યાં હતાં અને તેના પ્રત્યાઘાત રૂપે વેપારી વર્ગ પણ ઝપાટાબંધ નિધન બની રહ્યો હતે.
(Report of A. D. Campbell collector of Ballary dated. 17 th Aug. 1823, from the report of the select committee etc. vol. I published in (832) ' અસ્તિત્વમાં આવતી ભારતીય રાજાઓ સાથેની નિત નવી સંધિએથી તેમને સહાયને નામે તેમના રાજ્યમાં બ્રિટિશ લશ્કરી ટુકડીઓને રાજના ખરચે રાખી, તેમના પિતાનાં લશ્કરે છૂટાં કરવાની શરતો "દાખલ કરવામાં આવતી હતી. એથી બેકારી વધતી હતી. અનાજના ક્ષેત્રે વિપરીત અસર પડતી હતી. દેશનું ધન દેશી રજવાડાંઓના નેકનાં હાથમાં જવાને બદલે યુરોપિયનેના હાથમાં અને ત્યાંથી 'પરદેશ ચાલ જતું હતું. જેથી દેશ વધુ ને વધુ નિધન થવા લાગે. મહેસૂલ પણ એટલી સખ્તાઈપૂર્વક અને એવા મોટા પ્રમાણમાં વસુલ કરવામાં આવતું કે પ્રજાના દુઃખ અને દરિદ્રતા ઝપાટાબંધ વધતા
જતા હતા. અંગ્રેજો જે જુલમી રીતે અને જે મોટા પ્રમાણમાં મહેસૂલ - ઉઘરાવતાં હતાં તેટલું મહેસુલ દુનિયાના કોઈપણ દેશમાં કેઈપણ રાજાએ કોઈપણ સમયે વસૂલ કર્યું નથી. ને પરિણામે મધ્યમ વર્ગનાં અને નીચલા વર્ગનાં બાળકોને શિક્ષણ આપવાનું તેમના મા-બાપ માટે અશક્ય બની ગયું. ગરીબી એટલી ઝડપથી ફેલાતી હતી કે પિતાનાં બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમને કુમળી વયમાં જ મજૂરી કરવા મેકલવાની તેમના માબાપને ફરજ પડી હતી, જેથી તેમના કુટુંબને બે ટંક ખાવાનું મળી શકે. ગરીબાઈ ફેલાવાનાં કારણે "
વિશ્વના આ એક વખતના સહુથી સમૃદ્ધ દેશમાં આવી ભીષણ ગરીબાઈ પૂર ઝડપે ફેલાઈ જવાનું કારણ એ હતું કે દેશી રાજનાં * લાપનાં લક્કાને વિખેરી નાખ્યાં. હાથશાળને ઉદ્યોગ ભાંગી નાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org