________________
૨૬
કદી પરદેશી શાસન નીચે આવ્યું નહિ. તેથી ચીનાએ પાતાની સ્વતંત્ર વિચારશ્રેણી, કલ્પનાશક્તિ, સંસ્કૃતિ, આત્મવિશ્વાસ વગે૨ે જાળવી શકયા. તેમનાં પાતાનાં વિદ્યા, આચાર-વિચાર વગેરે પરદેશી વિચારસરણીની છાયાથી અલિપ્ત રહ્યાં, અને ચીનાએ તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર રાખી શકયા.
પરિસ્થિતિના સામના કરવાની સૂઝ અને ખુમારી. માએ સે તુંગે ચીનના વહીવટ સંભાળ્યે ત્યારે ચીન ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. તેને કોઈ મિત્ર ન હતા. મહાસત્તાએ તેની દુશ્મન હતી, પણ તેમને પેાતાનાં શક્તિ અને સૂઝમાં વિશ્વાસ હતેા. ઉપલબ્ધ સાધનાના સદુપયોગ કરીને પરિસ્થિતિનેા સામના કરવાનાં સૂઝ અને ખુમારી હતાં. એ સૂઝ અને ખુમારીને કારણે જ તે આજે મહાસત્તાઓને ડરાવી શકે છે.
ચીનના સર્વોચ્ચ રાજપુરુષએ કહ્યું કે, “અમારી પાસે પૂરતું અનાજ નથી. જમીન ખેડવા માટે ખળદા, ઘેાડા, કે ટ્રેકટરે પણ નથી. તેમ છતાં અમે ઋષિ-ખેતી કરીને (ઋષિ-ખેતી એટલે જમીન કોદાળીથી ખેડવી ) અમને જોઇતું અનાજ પકીશું. અમારી પાસે છાણિયું ખાતર: નથી, ફર્ટિલાઇઝર અમને કોઈ આપે તેમ નથી. અમને તેની જરૂર પણ. નથી. અમે ૭૦. કરાડ છીએ. અમારા મળમૂત્રનું ખાતર બનાવીને અમારી જમીનને સમૃદ્ધ કરશું. અમારી પાસે પેટ્રોલ નથી, અમને તે. કોઈ આપે એમ પણ નથી, છતાં અમે ગભરાતા નથી. અમે મેટરોને બદલે ઘેાડા અને સાઈકલથી ચલાવીશું, અમારી પાસે સ્લવે નથી, પણુ, અમારા માણસો માથા ઉપર જો ઊંચકીને વાહનવહેવાર જાળવી રાખશે. અમારી પાસે અમારી વિશાળ વસતિને પૂરા પડે એટલા ડોક્ટરા નથી, એટલા ડેટા તૈયાર કરવા જેટલા પૈસા પણ નથી. છતાં અમારી પાસે અમારું પેાતાનું સદીઓ જૂનું વૈકીય જ્ઞાન છે, અને ગામડે ગામડે તેના જાણકારી પણ છે, અમે તેમને ઉત્તેજન આપશું.”
A
ઉપલબ્ધ સાધનાના ઉપયાગ કરવાની તેમની આ સૂત્ર અને ખુમારીએ આજે તેમને વિશ્વની પ્રથમ હરોળની કક્ષામાં મૂકયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org