________________
૧૭e આજે આપણે જોઈએ છીએ કે શુદ્ધ આહારના આગ્રહી લેકે પણ બજારમાંથી પાઉં-બિસ્કિટ ખાતા હોય, તે તે પાઉં-બિસ્કિટ એવા લોટમાંથી પણ બન્યા હોય, જેમાં માછલીઓને સૂકવી કેમિકલ પેલેસથી તેની ગંધ ઉડાવી દઈ, તેને લેટ દળીને તે લેટ ઘઉંના લેટમાં ભેળવવામાં આવ્યા હોય, અથવા તેમાં માખણને બદલે ચરબી નાખવામાં આવી હોય.
અથવા આચારહીન હિંદુની એવી બેકરીમાં તે બનાવવામાં આવ્યા હોય, જ્યાં લેટ બાંધવાનું પણ સંડાસમાં લઈ જવાના પાણીના ડબલા વડે, અને સંડાસમાંથી બહાર આવીને વગર ધોયેલા હાથ વડે લેવામાં આવતું હોય, અને એ ગંદા પાણી વડે લેટ બાંધીને તેમાંથી આદ્યસામગ્રીઓ બનાવવામાં આવી હોય. આવી બધી શક્યતાને આજના જમાનામાં ઈન્કાર કરી શકાય તેમ નથી. ' - આવા તૈયાર ખાદ્યપદાર્થોમાં એક તે રેગજન્ય જંતુઓ ચેટેલાં હોય છે, અથવા તે પેટીન અને વિટામીનના નામે ઇડ, માછલી, ચરબી વગેરે ભેળવેલાં હોય છે. - આજે હવે જ્યારે માંસને પણ સૂકવીને તેનાં પિકિંગ વેચવાને ઉદ્યોગે સરકાર દ્વારા પ્રોત્સાહન પામી રહ્યો છે, ત્યારે એ માંસની ભૂકી પણ ખાદ્યપદાર્થોમાં ભેળવવામાં નહિ આવે એમ છાતી ઠોકીને કઈ કહી શકે નહિ.
આવા અભય કે અશુદ્ધ પદાર્થો ખાવાથી આરોગ્ય અને મન અને ઉપર ખરાબ અસર થાય છે. ગર્ભમાં રહેલા બાળક ઉપર આવા તામસી ખેરાકની અસર સહેલાઈથી અને ઝડપથી થાય છે, અને કદાચ તે અસર જિંદગીના અંત સુધી કાયમ રહે છે.
બાળક ગર્ભમાં આવે અને વિકાસ પામતું જાય તેમ તેની માતાના શરીરમાંથી ચૂનાનું તત્વ (કેલ્શિયમ) ખેંચાતુ જઈને તેનાથી બાળકનાં હાડકાં બંધાય છે. માટે ગર્ભાવસ્થા દરમિયાન માતાને કેલ્શિયમ વાળા પદાર્થો વધારે ખવડાવવા જોઈએ. કેલ્શિયમ વિષેનું જ્ઞાન વિના ગમે તે જાતનું કેલ્શિયમ ખાવાથી લાભને બદલે હાનિ થવા સંભવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org