________________
VE
પણ જે કુરબાનીને અર્થ “મારી નાખવું” ન કરીએ પણ આપી દેવું કરીએ તે અર્થ બરાબર બેસી જાય છે. આપણે ત્યાં હિંદુઓમાં દાનને મહિમા છે. ધનદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે. પણ દાનની આ તમામ ચીજોમાં સારામાં સારી ચીજો હેવી જોઈએ. આપણને જે વસ્તુ ખૂબ જ પ્રિય હોય તે શુભ ધ્યેય માટે આપી દેવી તેનું નામ દાન. કદાચ કુરબાની પણ તેને કહીએ તે કુરબાની બાબતને ઝઘડે ન રહે. કુરબાની માટે ઇસ્લામની શરિયતે ત્રણ પ્રાણીઓ પસંદ કર્યા; જે ત્રણે દૂધ આપનારાં છે. ઊંટડી રોજ હાંડે ભરીને દૂધ આપે છે. ગાય પણ ઇસ્લામને ઉદય થયે ત્યારે રેજ ૫૦ થી ૬૦ શેર દૂધ આપતી. બકરામાં પણ ૫ શેર દૂધ આપવાની ક્ષમતા હોય છે અને દૂધ એ સર્વશ્રેષ્ઠ શક્તિ આપનારી વસ્તુ છે. માટે એ ત્રણમાંથી કોઈનું પણ દાન કરે છે, કોઈની હિંસા ન થાય, લેનારને ફાયદો થાય, અને રાષ્ટ્રને નુકસાન ન થાય. | કુરબાની કરવી એને કતલ કરવી એ અર્થ કરવામાં આવે અને એ કતલ કરવાને ધાર્મિક અધિકાર આગળ કરીને એક જ દિવસમાં કરોડે પશુઓની કતલ કરવામાં આવે તે હું નથી માનતે કે કઈ પણ દેશની સરકાર એ કતલની પરવાનગી આપે. કારણ કે તેમાંથી ઘણા આર્થિક, સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થાય.
આપણે જાણીએ છીએ કે એવધ કરવાના બંધારણીય અધિકારના નામે ગેહત્યા ચાલુ રખાવવા સુપ્રીમ કેટેમાં દોડી ગયેલા મુસ્લિમો ઈદના દિવસે ૬ કરોડ બકરાની કુરબાની કરતા નથી. તે શું તેઓ પવિત્ર ઈસ્લામની શરિયતને ભંગ કરે છે? ના, એવું કશું જ નથી. ગેહત્યા ચાલુ રાખવા પાછળ, ગોમાંસભક્ષણ અને ડુક્કરનાં માંસ ખાવાના પ્રચાર પાછળ અને એકબીજા દેશે સાથે સહકાર વધારવાના બહના નીચે આપણી શ્રેષ્ઠ જુવાન ગાની નિકાસ કરવા પાછળ પશ્ચિમની સત્તાઓના અને તેમના ભારતીય મિત્રેના સબળ હાથ કામ કરી રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org