________________
રા
હવાડા ખસેડી લેવાય છે. ઘરે ઘરે નળ અપાય છે. નળનાં પાણી હલકાં, ગંદા, અપૂરતાં હોય તે તેની ફરિયાદ કઈ સાંભળતું નથી. ઉપરથી વેટર-ટેકસના નામે કિંમત વસૂલ થાય છે. મકાનમાલિકે પણ ભાડુઆતને આ બાબતમાં ખૂબ સતાવતા હોય છે. વિરાટકાય નદીઓના આ દેશમાં જે પાણી ઉપર રેશન અને ટેકસ છે, કેટલી વિચિત્ર બીના છે. - પ. પૂર્વે બાળકે ગુરુકુળમાં મફત ભણતાં, હવે બંધારણમાં દુનિયાને દેખાડવા પૂરતે મફત કેળવણીને આદર્શ રાખે છે, પણ હકીકતમાં મા-બાપે રાક્ષસી ખર્ચ બાળકને કેળવણી આપે છે, અને કેળવણી પામેલાં કોડો બાળકે ભૂખ્યાં જ જીવે છે. ભણતર પહેલાં ય ભૂખમરે! પછી ય ભૂખમરે!
૬. પૂર્વ અન્ન, પાણી અને વસનાં દાન અપાતાં, એ મહત્વનો ધર્મ ગણાતું. આજે પચાસ ટકા લેક તે અર્ધનગ્ન દશામાં જીવે છે. વસ-ઉત્પાદકે વધુમાં વધુ નફે થઈ શકે એવા ઊંચામાં ઊંચા “ભાવનાં વસ્ત્રો ઉત્પન્ન કરવામાં અને નિકાસ કરવામાં જ રચ્યા-પચ્યા રહે છે. - ૭. પૂર્વે લેકે તદુરસ્ત રહે તેની કાળજી લેવાતી, હવે લેકે માંદા પડી ગયા બાદ તેમની સારવારની ચિંતા કરાય છે. અને તેમાંય વધુમાં વધુ શેષણનાં મડદાં તરફ જ માલેતુજાર ગીધડાંઓની નજર રહેતી હોય છે ,
૮. પૂર્વે માનસિક તંદુરસ્તી માટે પણ જૈન, વૈષ્ણવો વગેરેએ બાટા, લસણ, કાંદા વગેરે પદાર્થોનું સેવન ત્યાજ્ય ગણ્યું હતું. હવે બટાટા, કાંદા, લસણ તે શરૂ થયાં, પણ દવાના નામે દારૂ અને પ્રોટીનના નામે ઈડ, માછલી, માંસને પ્રચાર પણ પુરઝડપથી આગળ વધી રહ્યો છે.
૯. પૂર્વે ખેતી ઉત્તમ, વેપાર મધ્યમ અને નેકરી કનિષ્ઠ ગણાતી. હવે સરકારી નેકરી ઉત્તમ, વેપાર મધ્યમ અને ખેતી કનિષ્ઠ મનાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org