________________
૨૦૯ વાવેતર ઉપર અંકુશ મૂકવાથી માંગ અને પુરવઠાની સ્થિતિ ખેરવાઈ જઈને એ તમામ તેલના ભાવ આસમાને પહોંચી ગયા. એ ઊંચા ભાવને લાભ લેવા અને માંગને પહોંચી વળવા માટે એ તમામ તેલની અંદર સીંગતેલની ભેળસેળ થવા લાગી. એાછામાં પૂરું વનસ્પતિ ઉદ્યોગ વિસ્તારવાના લક્ષ્યાંક ઊંચા લાવવામાં આવ્યા, અને નિકાસ તેમ જ દાણચારીએ બળતામાં ઘી રેડયું. એટલે સટ્ટા-સંઘરા કરનાર કારખાનાંઓને પણ મોકળું મેદાન મળી ગયું. પછી પરિસ્થિતિ કથળે તેમાં નવાઈ શું?
જનતા પાર્ટી પણ અંધારામાં જનતા સરકાર પણ આ સાદી સીધી વાત સમજવા તૈયાર ન થઈ. એણે પ્રામાણિકપણે લોકોને સાચી પરિસ્થિતિની જાણ કરી દેવી જોઈતી હતી. એ સ્થિતિ પેદા કરનાર કોંગ્રેસ સરકાર હતી. એને ઘટસ્ફોટ કરીને લેકેને એક વર્ષ હાડમારી સહન કરી લેવા વિનંતી કરી. તમામ આજન, તેલનીતિ, અન્નનીતિ વગેરે વહેવારુ રીતે પલટાવી નાંખવી જોઈતી હતી, તેને બદલે આડેધડ તેલની આયાત કરીને ભાવ વધતા અટકાવ્યા પણ તેથી કાંઈ લેકોને સંતોષ થયે નથી, અને ને આયાતી તેલથી જ લેકેની માંગ સંતોષવી હોય તે બે કે ત્રણ વર્ષમાં જ હુંડિયામણને અનામત જ ખર્ચાઈ જશે અને પછી પરિસ્થિતિને ફેટક બનતાં કઈ રોકી શકશે નહિ.
પણ જનતા પાર્ટીના ઘણા પ્રધાને કોંગ્રેસ સરકારમાં હતા, અને ચાલુ પરિસ્થિતિ સર્જવામાં તેમને પણ હિસે છેએટલે તેઓ કયે મઢ કોંગ્રેસ સરકારને દોષ દઈ શકે?
આ રહ્યા; નક્કર ઉપાય જે પરિસ્થિતિ થાળે પાડવી હોય અને વધુ વકરવા દેવી ન હોય તે વહેલામાં વહેલી તકે વનસ્પતિ ઉદ્યોગ ઉપર પ્રતિબંધ મૂકવાનું અને ઘઉંનું વાવેતર એકદમ ઘટાડીને ખરીફ અનાજનું વાવેતર વધારવાનું ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org