SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - ધર્મધ્યાન અને શુક્લધ્યાન વિષય-કષાય આદિથી મન પાછું ફર્યું એટલે આર્ત-રૌદ્રધ્યાનની દિશા જ બંધ થઈ. આત્મગુણોનો રસાસ્વાદ લાગ્યો એટલે ઉપયોગઆત્મગુણો ભણી જશે. અને, ધ્યાનની યાત્રા સહજ રીતે જ ચાલશે. સરસ પંક્તિ આવી : ધ્યાન સહજ સંભારી રે....... ધ્યાનને સહજ રીતે યાદ કર્યું. સ્મૃતિ શેની હોય ? પૂર્વાનુભૂત તત્ત્વની. જન્માન્તરમાં અનુભવેલ ધ્યાનની સ્મૃતિ થાય. હૃદયપ્રદીપ પત્રિશિકા' યાદ આવે : “ચશ્માન્ ભવાન્તરતાપિ વેષ્ટિતાનિ પ્રદુર્ગવન્યમવં તમે મને થાઃ ” જેનાથી ભવાન્તરમાં થયેલ ક્રિયાઓની સ્મૃતિ થાય અને એ ક્રિયાઓ ફરીને થાય તે અનુભવ ધ્યાનની આ ધારા આગળ વધે ત્યારેધ્યાતા ધ્યેય સમાધિ અભેદ, પરપરિણતિ વિચ્છેદે રે; ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે... પ. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન (સમાધિ ગાઢ ધ્યાનની અવસ્થા છે). આ ત્રણેનો જ્યારે અભેદ થાય ત્યારે પરની પરિણતિ ક્યાં રહેશે ? અભેદની આ ક્ષણોમાં ધ્યાતાની ચેતના ધ્યેયના ગુણો સાથે એકાકાર થઈ ગઈ છે. , પરમાત્મા પાસે ક્ષમા ગુણનો સમંદર છે. સાધકની ચેતનામાં ક્ષમાનું બુંદ ફેલાયું... પછી, કબીરજીના શબ્દોમાં કહીએ તો બુંદ સમાના સમુંદમેં.” પરમાત્માના ગુણ-સમુદ્રમાં સાધકનું સાધના બિન્દુ એકાકાર થઈ ગયું. - * ૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy