SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ધર્મધ્યાન અને શુક્લધ્યાન ત્રીજા પ્રકારમાં યોગનિરોધની પ્રક્રિયા વખતે મન બિલકુલ નથી હોતું. વિહરમાન પ્રભુ સુબાહુ જિન સ્તવનામાં પૂજ્ય દેવચંદ્રજી મહારાજે ભક્તિના લયમાં ધ્યાનનો મઝાનો ક્રમ ખોલ્યો છે : યદ્યપિ હું મોહાદિકે છલિયો, પરપરિણતિ સું ભળિયો રે; હવે તુજ સમ મુજ સાહિબ મળિયો, તિણે સવિ ભવભય ટળિયો રે....૩ મોહાદિને કારણે પર-પરિણતિ, વિભાવોની અસર આત્મા પર હતી. પણ પ્રભુ મળતાં તે દૂર થાય છે. કઈ રીતે ? સ્તવનામાં જ તેઓ બતાવે છે : ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ધ્યાતા પરિણતિ વારી રે; ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે......૪ લક્ષ્યાંક નક્કી થયું. પ્રભુને ધ્યેય તરીકે સ્વીકાર્યા અને ત્યાં સુધી પહોંચવું એ નિર્ધાર થયો. પરમાત્મદશાની પ્રાપ્તિનો નિર્ણય. લક્ષ્ય સુધી પહોંચવાનાં ચરણો આ થયાં : (૧) મનને આર્ત-રૌદ્રમાં જતું રોકવું. (૨) સ્વપરિણતિ તરફ જ જ્ઞાનોપયોગને લંબાવવો. અને એ રીતે (૩) ધ્યાનની ધારામાં સહજ રીતે જ જાતને મૂકવી. ७८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy