SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધ્યાતા હવે ધ્યાતા તરીકે નથી રહેતો. તે બેય જેવો બની જાય છે. સાધક સાધક તરીકે નથી રહેતો. એ સિદ્ધ બને છે. ધ્યાતાની ધ્યેય ભણીની આ મઝાની યાત્રા તે જ ધર્મધ્યાનથી શુક્લધ્યાન ભણીની યાત્રા. ધર્મધ્યાનના ચાર પ્રકારો : આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય. પહેલો પ્રકાર : આજ્ઞાવિચય. પરમાત્માની આજ્ઞા પર અનુપ્રેક્ષા.. આજ્ઞાધર્મની અનુભૂતિ અનુપ્રેક્ષાને સપ્રાણ બનાવશે. સમિતિઓ અને ગુપ્તિઓની આંશિક અનુભૂતિ થઈ. હવે એની અનુપ્રેક્ષા કેવી થશે? બીજો પ્રકાર અપાય વિચય. રાગ-દ્વેષાદિથી યુક્ત વ્યક્તિત્વને આ લોક અને પરલોકમાં કેવી પીડાઓ ઉપજે છે એ વિચારવું તે અપાય વિચય. ત્રીજો પ્રકાર : વિપાક વિચય. કર્મના બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તા આદિને વિચારી એ બધાથી પર એવી આત્મસત્તામાં લીન થવું તે વિપાક વિચય. ચોથો પ્રકાર : સંસ્થાના વિચય. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યો, તેમની આકૃતિ (સંસ્થાન) આદિનો વિચાર કરવો તે સંસ્થાન વિચય. અનિત્ય આદિ ભાવનાઓ ભાવતાં, જે રીતે આત્માના નિત્યત્વ આદિમાં સાધક પોતાની અનુપ્રેક્ષાને કેન્દ્રિત કરી સ્વગુણની ધારામાં રહે છે, એ જ રીતે અહીં આજ્ઞા વિચયાદિનું પર્યવસાન સ્વગુણની ધારામાં કરવાનું છે. આજ્ઞાવિચય ધ્યાનમાં આજ્ઞાની અનુપ્રેક્ષા થતાં ક્ષમાગુણ આદિ સ્વગુણની ધારામાં રહેવાનું થાય. ૮૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy