________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધર્મધ્યાન અને શુક્લધ્યાન
અપાય વિચય ધ્યાનમાં રાગ, દ્વેષ આદિ દ્વારા થતી પીડાઓને અનુભવી ક્ષમા, અનાસક્તિ આદિ સ્વગુણોમાં પ્રવાહિત થવાય.
વિપાક વિચય ધ્યાનમાં બન્ય, ઉદય આદિની અનુપ્રેક્ષાથી સ્વચેતના પર સાધક આવે છે. અત્યાર સુધીની ઉદયાનુગત ચેતના હવે સ્વભાવાનુગત ચેતના બને છે.
સંસ્થાન વિચયમાં લોકાકાશનું સ્વરૂપ વિચારતાં ત્યાંના જન્મ-મરણ આદિની અનુપ્રેક્ષા થતાં અજન્મા બનવાની સાધનાની દિશામાં પગલું સાધકનું પડે છે.
ધર્મધ્યાન.
પોતાની ભીતર જવાનું.
દ્વાર ભિન્ન ભિન્ન છે. મંઝિલ એક જ છે ઃ સ્વગુણની ધારામાં જવું તે. શુક્લધ્યાન આ જ ધારામાંનું વેગથી પ્રવહન છે. મહામુનિ ગજસુકુમાલની ધ્યાનસાધનાનું એક મઝાનું સૂત્ર ‘અંતગડદસા' સૂત્રમાં આવ્યુંઃ ‘ક પુળવિઠ્ઠી શિયાયજ્ઞ.' સ્મશાનમાં એ મહામુનિ એક પથ્થરના ટુકડા પર કે હાડકાના ટુકડા પર દૃષ્ટિ કેન્દ્રિત કરી અન્તઃસ્થ થઈ જતા.
પદાર્થ પર કે આત્મદ્રવ્ય પર દૃષ્ટિ કેન્દ્રિત કરી અન્તઃસ્થ બનવાનું અહીં છે.
શુક્લધ્યાનના આલંબનરૂપે ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા છે. એ આલંબનોને ઘૂંટીને સાધક શુક્લધ્યાન પર ચઢે છે. શુક્લધ્યાનનો પ્રથમ પ્રકાર છે પૃથક્વ-વિતર્ક-સવિચાર.
૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org