________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૭૦ પિંડસ્થાદિ ધ્યાન ઃ બીજો યાત્રા પથ
આ છે તત્ત્વભૂ નામની ધારણા.
પિંડસ્થ ધ્યાન પછી પદસ્થ ધ્યાન.
પવિત્ર પદોનું આલંબન લઇને જે ધ્યાન કરવામાં આવે છે તેને સિદ્ધાન્તના પારગામીઓએ પદસ્થ ધ્યાન કહેલું છે.
એની પદ્ધતિ આ પ્રમાણે છે :
નાભિકન્દ પર સોળ પાંખડીવાળું એક કમળ ચિત્તવવું. તેની પ્રત્યેક પાંખડીમાંથી અનુક્રમે ઞ થી અઃ સુધીના ૧૬ સ્વરોને સ્થાપવા.
હૃદય પ્રદેશ પર ચોવીસ પાંખડીવાળું કમળ ચિત્તવવું. તેમાં વચ્ચે એક કર્ણિકા છે એમ ચિન્તવવું. ચોવીસ પાંખડીઓ પર TM થી ૧ સુધીના ૨૪ વ્યંજનો સ્થાપવા. વચ્ચેની કર્ણિકામાં મેં વ્યંજન સ્થાપવો.
મુખમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરવી. અને તે મુખકમળની આઠ પાંખડીઓ પર અનુક્રમે 7 થી TM સુધીનાં વ્યંજનો સ્થાપવાં.
આ રીતે સ્વર અને વ્યંજન રૂપ માતૃકાનું ધ્યાન ક૨ના૨ ધ્યાતા શ્રુતજ્ઞાનમાં પારગામી બને છે.
હવે રૂપસ્થ ધ્યાન
સમવસરણમાં બેઠેલ પ્રભુના રૂપનું ધ્યાન તે રૂપસ્થ ધ્યાન.
હવે રૂપાતીત ધ્યાન.
જે ધ્યાનમાં અમૂર્ત, ચિદાનન્દ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા ધ્યેય તરીકે હોય તે રૂપાતીત ધ્યાન.
Jain Education International
૭૫
For Personal & Private Use Only
www.jainelibrary.org