________________
ધ્યાન અને કાયોત્સર્ગ પિંડસ્થાદિ ધ્યાન : બીજો યાત્રા પથ
તે જવાળાના સમૂહથી હૃદયની અંદર રહેલું (આઠ કર્મોથી બનેલું, આઠ પાંખડીવાળું) કમળ બાળવું અને મહામત્ર મઈના ધ્યાનથી ઉત્પન્ન થયેલો પ્રબળ અગ્નિ તે કર્મવાળા કમળને બાળી નાખે છે એમ ચિત્તવવું.
પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળો અગ્નિકુંડ સાથિયાના ચિહ્નવાળો અને વદ્વિબીજ રકાર સહિત ચિત્તવવો.
ત્યારબાદ શરીરની અંદર મહામત્રના ધ્યાનથી ઉત્પન્ન થયેલ અગ્નિની વાળા અને બહારના વહ્નિકુંડની વાળા એ બન્ને વડે દેહ અને આઠ કર્મનું બનેલું કમળ બન્ને બળીને ભસ્મસાત્ થાય છે તેમ વિચારવું.
આ છે આગ્નેયી ધારણા. પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ ધ્યાનદીપિકા ચતુષ્પદી'માં કહે છે :
દહી કર્મ લે શાન્તતા, તૃણ વિષ્ણુ અગ્નિ સમાન, ધરે શુદ્ધ નિજ ધારણા, એ આગ્નેયી માન...”
વાયવી ધારણા માટે પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ કહે છે :
ધ્યાન પિંડસ્થ વિચારીએ, શુદ્ધાતમ ગુણ ધામો રે; આતમ શક્તિ સ્વભાવે એ, લોકાલોકની સામે રે........ આતમશક્તિ સ્વભાવથી, કર્મલિ ઉડાવે રે; તે પિંડસ્થ સુધ્યાનથી, વાયુધારણ ભાવે રે....” પિંડWધ્યાન શુદ્ધ આત્મદશા તરફ લઈ જનાર પદ્ધતિ છે. આત્મદશા જાગૃત થતાં લોકદૃષ્ટિ આદિ દૂર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org