________________
ધ્યાન અને કાયોત્સર્ગ પિંડસ્થાદિ ધ્યાન : બીજો યાત્રા પથ',
તે કમળના મધ્યભાગમાં કેસરાઓની અંદર દેદીપ્યમાન, પીળી પીળી પ્રભાવાળી અને મેરુપર્વત જેટલા પ્રમાણવાળી કર્ણિકા છે એમ ચિત્તવવું. - તે કર્ણિકા પર એક ઉજ્વળ સિંહાસન છે. તે પર પોતે બેઠેલ છે તેમ વિચારવું. ત્યાં બેઠા બેઠા પોતે કર્મોને મૂળથી ઉખેડવાનો પ્રયત્ન કરે છે તેમ વિચારવું.
આ થઈ પાર્થિવી ધારણા. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ ધ્યાનદીપિકા ચતુષ્પદીમાં કહે છે : તિહાં બેઠો એ સંવરી, ધ્યાને આતમ ધ્યાન, મન ભમે તે વશી કરે, સો પાર્થિવ ગુણ માન.
હવે આગ્નેયી ધારણા.
નાભિની અંદર સોળ પાંખડીવાળું કમળ ચિત્તવવું. તે કમળની કર્ણિકામાં મહામત્ર અર્થે સ્થાપવો. અને કમળના દરેક પત્રમાં આ આદિ ૧૬ વર્ણો સ્થાપવા.
પછી હૃદયમાં આઠ પાંખડીનું કમળ ચિત્તવવું અને તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને અનુક્રમે એક એક પાંખડીમાં સ્થાપન કરવા અને તે કમળનું મુખ નીચે રાખવું. અર્થાત્ નાભિમાં રહેલ સોળ પાંખડીવાળા કમળના ઉપર જાણે અદ્ધર ઝૂલતું હોય તેમ નીચા મુખે તે કમળ રાખવું.
પછી નાભિ કમળમાં રેફ, બિન્દુ અને કલાયુક્ત મહામત્રમાં જે હૈં અક્ષર છે તેના રેફમાંથી હળવે હળવે નીકળતી ધૂમાડાની શિખા ચિત્તવવી. પછી તેમાંથી અગ્નિના કણિઆઓ નીકળતા ચિત્તવવા અને જ્વાળાઓ નીકળતી ચિત્તવવી.
૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org