________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૰ રૂપાતીત ધ્યાન
શું કરે સાધક ?
સાધકના હૃદયમાં રાગ, દ્વેષ આદિ દોષો પર - અશુદ્ધિ પર જે ક્ષણે લગાવ હટ્યો; કામ શરૂ : નિર્મળતા તરફ જવાનું.
કોઈ માણસ ગામડાગામના અંધારિયા ઘરમાં વર્ષોથી રહેતો હોય તો એ સ્થાન એને કોઠે પડી જાય છે. પણ ક્યારેક એના સંબંધીનું શહેરમાં આવેલું મહાલય જોઈને એને પોતાનું ઘર ખૂંચવા માંડે છે.
રાગ-દ્વેષની ગાંઠો વિહોણા કોઈ મહાપુરુષનાં ચરણોમાં બેસતા સાધકને પોતાની અશુદ્ધિનું ભાન થાય છે અને એ ડંખે પણ છે.
અશુદ્ધિ ડંખવી એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. ડંખવું તે જવાની પ્રક્રિયાનો પ્રારંભ છે.
પરમપાવન આચારાંગજીમાં એક સરસ સૂત્ર આવેલ છે : ‘પણ્ડિત્તેહાર્ બાવવતિ, સ બળરેત્તિ પદ્યુમ્નતિ।' ૨/૨/૭૫
વિભાવોનું અને તેમના આધારરૂપ વિકલ્પોનું પ્રતિલેખન કરો, બારીકાઈથી નિરીક્ષણ કરો; તમને એ નહિ ગમે. મુનિત્વની આ મજાની સપાટી છે. દોષો જોયા; ગયા.
અત્યાર સુધી ભૂલ એ થતી હતી કે દોષોને પણ મારાપણાના રંગે રંગી નાખવામાં આવતા'તા. ને એટલે જ અન્ય વ્યક્તિત્વમાં રહેલ સહેજ ક્રોધ પણ જેને ખરાબ તરીકે લાગતો, એ જ વ્યક્તિ પોતાનામાં રહેલ ક્રોધના તીવ્ર આવેશને પણ સારાપણામાં ખપાવવાની કોશીશ કરતી. ‘મારો છે ને !' ‘સારું તે મારું નહિ; મારું તે સારું' આ સૂત્ર ખૂલેલું હતું.
Jain Education International
૬૮
For Personal & Private Use Only
www.jainelibrary.org