SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ૭ રૂપાતીત ધ્યાન (શારીરિક) તેણે કબાટમાંથી તપેલી વગેરે કાઢ્યા. પાણીથી તેમને ધોઈ દૂધ, નાસ્તો તૈયાર કરી ખાધું. સાધકને નીકળવાનું હતું. એ નીકળી ગયો. પરિભ્રમણ પછી ગુરુ પાસે આવી તેણે ફરિયાદ કરી : મુનીમમાં મને સાધક ન દેખાયો. સામાન્ય મનુષ્ય જ ત્યાં દેખાયો. ગુરુએ પૂછ્યું ઃ તેં શું શું જોયું ? સાધકે બધી વાત કરી. ગુરુએ સાધક પાસે કેવું ઊંડું નિરીક્ષણ જોઈએ તેની વાત કરતાં કહ્યું : સાંજે મુનીમે વાસણો ધોઈ કબાટમાં મૂકેલાં. સવારે ફરી એણે એ ધોયાં. તને આમાંથી કોઈ સંદેશ ન મળ્યો ? સાધક ગુરુ સામે જોઈ રહ્યો. ગુરુ કહે છે : વાસણો ધોઈ કબાટમાં મૂક્યા છતાં એણે સવારે એ માટે એ ધોયાં કે સૂક્ષ્મ રજકણ કબાટની તિરાડો દ્વારાય અંદર પહોંચી શક઼ી હોય. એ ય દૂર કરવી ઘટે. હવે ગુરુ સાધકને પૂછે છે : તારા અજ્ઞાત મનમાં અને જ્ઞાત મનમાં વિકલ્પોની ને રાગ-દ્વેષની ધૂળ કેટલી ચડેલી છે? તું ક્ષણે ક્ષણે એ વિષે સાવધ ખરો ? સાધકને સમજાયું કે ખરેખર આ તો મહત્ત્વપૂર્ણ વાત હતી. પહેલાં જ્ઞાત 'મનને - કોન્સ્ટસ માઈન્ડને શુદ્ધ કરવું જોઈએ. એનો ખૂણે ખૂણો બારીકાઈથી તપાસવો જોઈએ કે ક્યાંય રાગ-દ્વેષનો કચરો તો નથી ને ! જો કે, જ્ઞાત મન – જાગૃત મન સ્વચ્છ હોય એથી સાધકે ખુશ થવા જેવું નથી. અજાગૃત મનમાં કુસંસ્કારોનો મોટો જથ્થો પડેલો છે. ગમે ત્યારે એ જાગૃત મનમાં આવી શકે છે. ૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy