________________
ધ્યાન અને કાયોત્સર્ગ # પિંડસ્થ ધ્યાન
આવી જ સાધકની કેફિયત પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે પરમતારક શ્રી અરનાથ પ્રભુની સ્તવનામાં આપી : “તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે; પણ નવિ ભય મુજ હાથો હાથે, તારે તે છે સાથે રે.”
તપ અને જપ કરતાં અહંકાર છલકાયો તો સાધનાની નાવડી કેમ તરશે? પણ જો સાધક પ્રભુ ચરણોનું શરણ સ્વીકારી લે તો પ્રભુકૃપા તેને હાથ પકડીને પેલે પાર લઈ જાય.
.
‘ભેદજ્ઞાન અંતરગત ધારે, સ્વપર પરિણતિ ભિન્ન વિચારે.” ભેદજ્ઞાનની પ્રતીતિ થતાં જ સ્વ અને પરનાં ખાનાં જુદાં પડી જાય.
ક્યારેક તો એવી ભુલભુલામણી સર્જાય છે કે સ્વની દિશા તરફ લઈ જવાની ભ્રમણા ઉપજાવતો માર્ગ, હકીકતમાં, પર તરફ લઈ જતો હોય છે.
કોઈ સાધક સાધકોના વૃન્ડની સામે પરમાત્માની ભક્તિની વાતો કરતા હોય, પણ જો તેમની અભિવ્યક્તિની કળા મોહક હોય અને એથી શ્રોતાઓ પ્રભાવિત થતા હોય તો અહંકારનો ઉદય ભીતર થઈ ઊઠે.
અહીં સાધકની સાવધાની જાગૃતિ એવી જોઈએ કે એને તરત જ ખ્યાલ આવી જાય કે આ પર ભણી, વિભાવો ભણી લઈ જતા માર્ગ છે.
પોતાની ભીતર ઊતરેલા મહાપુરુષની વાત કરતાં સમાધિશતકે કહ્યું: જગ જાણે ઉન્મત્ત આ, આ જાણે જગ અંધ; જ્ઞાની કો જગમેં રહ્યો, હું નહિ કોઈ સંબંધ..”
પરમહંસો દુનિયાને કેવા લાગશે? પાગલ જ તો ! પણ પરમહંસો જાણે છે કે દુનિયાની ફુટપટ્ટીનો કોઈ અર્થ નથી. તેથી તેઓ પોતાનામાં જ મસ્ત રહે છે.
૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org