________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પિંડસ્થ ધ્યાન
ગુરુએ આટલું જ કહ્યું : ભાખરીના ચિત્રથી પેટ ભરાય નહિ.
સદ્ગુરુઓ અનુભૂતિ આપવા માટે કેટલી કરુણા આપણા પર કરે છે એની એક હૃદયંગમ કથા :
એક સાધકની વર્તણૂક માટે સદગુરુ ચિત્તિત રહેતા. એ જાપ કરે કે કાંઈક કામ કરે; કેન્દ્રમાં રહેવા કોશીશ કર્યા કરે.
ગુરુએ થોડો સમય તો જોયા કર્યું. કારણ કે સાધનાના પ્રારંભિક કાળમાં અહંચેતના આ રીતે મુખરિત થઈ શકે. પણ બે-ચાર વર્ષ પછી પણ એ અહંકેન્દ્રિતતાની વૃત્તિમાંથી બહાર ન આવ્યો ત્યારે ગુરુ વધુ ચિત્તિત બન્યા.
સાધકને સાચા રાહ પર લાવવા માટે એક વાર તેમણે આ યુક્તિ કરી : સાધક ધ્યાનમાં બેઠેલ, તેની સામે ગુરુ બેસી ગયા. તેમના હાથમાં પથ્થર હતો અને ઇટને પથ્થરથી તેઓ ઘસતા હતા.
થોડીવાર તો સાધક અંદર ડૂબેલ રહ્યો. પણ પછી એણે બહાર આવી પુરુદેવને પૂછ્યું : આપ આ શું કરો છો ? ગુરુ : ઇંટને ઘસીને હું દર્પણ મનાવું છું. સાધક : આ પ્રયત્ન નકામો નહિ થાય ? ઈટ શું દર્પણ બની શકે ?
ગુરુ : મારો પ્રયત્ન જ વ્યર્થ તને લાગતો હોય તો તારો પ્રયત્ન તને કેમ તેવો નથી લાગતો? લોકોને દેખાડવા માટે થતી સાધના વ્યર્થ નથી તો શું છે ? આત્મશ્લાધામાં સરી પડી, ઉપરથી, તું ભવભ્રમણમાં નહિ પડે? જેનાથી તરવાનું છે, તેનાથી જ તારે ડૂબવું છે ? સાધક ઠેકાણે આવ્યો.
- પપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org