SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ૭ પિંડસ્થ ધ્યાન ભેદજ્ઞાન અંતરગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે; સકતિ વિચારી શાન્તતા પાવે, તે પિંડસ્થ ધ્યાન કહેવાવે. ।।૯૫।। શરૂઆત ભેદજ્ઞાનથી કરી. દેહ આદિથી હું ભિન્ન છું, એનું પ્રતીત્યાત્મક જ્ઞાન જોઈએ. એ માટે જ ‘ભેદજ્ઞાન અંતરગત ધારે’, એમ કહેવાયું. માત્ર શબ્દાત્મક ભેદજ્ઞાનનો શો અર્થ ? ઘણા કહેતા હોય છે : જીભ ખાય છે. મને કંઈ થતું નથી. એવાઓને લીમડાનો રસ આપીએ ને મોઢું બગાડ્યા વગર પી જાય તો થાય કે કંઈક પ્રતીત્યાત્મકતા - અનુભવાત્મકતા આવી. આ પ્રતીતિની વાત પૂ. દેવચન્દ્રજી મહારાજે એમના ચોથા સ્તવનના પ્રારંભમાં કહી છે : ‘ક્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત? પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત.’ અભિનંદન રસ-પરમ રસ મને કઈ રીતે મળશે? ભક્તના આ પ્રશ્નનો સરસ ઉત્તર અપાયો છે ઃ પુદ્ગલના અનુભવનો ત્યાગ થાય તો પરમ રસને તમે માણી શકો, અનુભવી શકો. પ્રતીતિ. ‘ભેદજ્ઞાન અંતરગત ધારે' પંક્તિ પણ પ્રતીત્યાત્મકતા પર ભાર મૂકે છે. સ્તવનાકારે કહ્યું : ‘ધુંઆડે પ્રીજું નહિ સાહિબ, પેટ પડ્યા પતીજે..' માત્ર ધૂમાડાથી મારું પેટ નહિ ભરાય, મને તો રોટલી મળવી જોઈએ. Jain Education International : આ જ વાત એક ગુરુએ કહેલી. શિષ્યની તથાકથિત વિદ્વત્તાના ફુગ્ગામાં ટાંકણી ઘોંચવાના ઇરાદાથી એમણે શિષ્યને પૂછ્યું આત્માનુભૂતિની વાત કર તો ! શિષ્ય ગ્રન્થોના ઉદ્ધરણો સાથે દોઢ કલાક સુધી આત્માની વાત-શબ્દાત્મક રૂપે - કહી. ૫૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy